• Gujarati News
  • National
  • સાંકરદા ગામ પાસે બાઇક સાથે છકડો અથડાતાં મહિલાનંુ મોત

સાંકરદા ગામ પાસે બાઇક સાથે છકડો અથડાતાં મહિલાનંુ મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેર નજીક આવેલા સાંકરદા ગામ બસ સ્ટેન્ડ પાસે ગત 5મીના રોજ બાઇક પર બેસી જઇ રહેલા મહીલાનુ છકડા સાથે અકસ્માત થતા સારવાર દરમિયાન સયાજીમાં મંગળવારે મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે નંદેસરી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર શહેર નજીક આવેલા સાંકરદા ગામે રહેતા ચંપાબહેન ઉદેસીંગ ચાવડા (ઉ.વ.38) ગત તા.5મીએ બાઇક પર બેસી હાઇવે તરફ જતા હતા. દરમિયાન સાંજે 7:10 વાગ્યાના સુમારે મંદી તળાવ પાસે છકડાએ બાઇકને અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં ચંપાબહેનને ગંભીર ઇજા પહોચી હતી. સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયેલા ચંપાબહેનનુ મંગળવારે મોત નિપજ્યુ હતુ.બનાવ અંગે નંદેસરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...