ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટ રિપોર્ટર | વડોદરા

અમદાવાદ -મુંબઇ હાઇસ્પીડ રેલ માટે મંગળવારે મુંબઇના બાન્દ્રા કુર્લા કોમ્પ્લેક્સ ખાતે સ્ટેશન બનાવવા કેન્દ્રીય રેલ મંત્રીની હાજરીમાં જમીનના કાગળો સોપવામાં આવ્યા હતા. બાન્દ્રા કુર્લા કોમ્પલેક્ષ વિસ્તારમાં અંદાજીત 25 મીટર નીચે ત્રણ લેવલમાં સ્ટેશન બનશે. આ કાર્યક્રમમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પણ હાજર રહ્યા હતા.

બુલેટ ટ્રેન અંગે સ્ટેશન ક્યાં બનાવવુ એ વિવાદનો અંત આવતા તેમજ જમીનની માલીકીના પેપર સોંપવા માટે મંગળવારે સત્તાવાર કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. નેશનલ હાઇસ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ આ સ્ટેશન જમીનથી નીચે બનશે. આ સ્ટેશન મુંબઇ મેટ્રોથી વોકીંગ ડિસ્ટન્સ પર બનાવાશે. જેથી બુલેટ ટ્રેનના મુસાફરોને મેટ્રો સાથે કનેક્ટ કરી શકાય . તેમજ મુંબઇ એરપોર્ટથી અંદાજે 5 કિલોમીટરના અંતરે હશે. બુલેટ ટ્રેનના મુસાફરોને બાન્દ્રાનુ હયાત વેસ્ટન રેલવે સ્ટેશન અંદાજે 3 કિ.મિ.ના અંતરે આવેલુ છે. બુલેટ ટ્રેનને પગલે બોઇસર અને વિરાર જેવા પરા વિસ્તારનો વિકાસ થશે તેમ બુલેટ ટ્રેનની યાદીમાં જણાંવાયુ છે. આ પ્રોજેક્ટ એક વર્ષ વહેલા પૂરો કરવાનો છે ત્યારે બાન્દ્રા કુર્લા સ્ટેશન માટે રસ્તો ખુલ્લો થયો છે.

અન્ય સમાચારો પણ છે...