પાલક માતાપિતા યોજના હેઠળ બાળકોને દર મહિને રૂા. 3000 મળશે
વડોદરા | રાજય સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા ખાતા હેઠળ અનાથ બાળકોની સંભાળ માટે પાલક માતાપિતા યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ વડોદરાના 250 બાળકોને દર મહિને રૂા.3000 મુજબ કુલ રૂા.7.50 લાખની સહાય ચૂકવાય છે. આ યોજના હેઠળ બાળકની ઉંમર 18 વર્ષની થાય ત્યાં સુધી પાલક માતા પિતાને બાળકના ભરણપોષણ તેમજ અભ્યાસ માટે પ્રતિ બાળક દીઠ રૂા.3000ની માસિક સહાય અપાય છે. આ યોજનાનો લાભ લેવા માટે ગ્રામ્ય વિસ્તાર માટે રૂા.27000 અને શહેરી વિસ્તાર માટે રૂા.36000ની વાર્ષિક આવક મર્યાદા હોવાની જરૂરી છે. આ યોજનાના ફોર્મ નર્મદા ભુવન સ્થિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમ અથવા ભૂતડીઝાંપા સ્થિત બોયઝ ઓર્બ્ઝવેશન હોમ ખાતેથી મળશે.
યુટિલિટી ન્યૂઝ
પાવરકટ | આજે તરસાલી વિસ્તારમાં 4 કલાક સુધી વીજકાપ
વડોદરા | એમજીવીસીએલના વડોદરા સિટી સર્કલના તરસાલી સબ ડિવીઝનના પ્રેસર ટેન્ક ફીડરનુ સમારકામ કરવાનું હોવાથી બુધવારે આ ફીડરમાંથી વીજપુરવઠો મેળવતા વિસ્તારોમાં સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી વીજકાપ રહેશે. જેથી, તરસાલી સબ સ્ટેશનથી શરદનગર, વિશાલનગર, આઇટીઆઇ, મારૂતિધામ, નૂર્મ આવાસોથી ગુરુનાનક સ્કૂલ સુધીના વિસ્તારના રહીશોને ચાર કલાક સુધી વીજપુરવઠાથી વંચિત રહેવું પડશે.
પ્રતિબંધ| હોળી -ધૂળેટીમાં ગોઠ ઉધરાવવા પર પ્રતિબંધ
વડોદરા | જીલ્લા મેજીસ્ટ્રેટ શ્રી મતી પી.ભારતી એ હોળી -ધૂળેટીના તહેવારો દરમીયાન કાયદાની લાગુ પડતી જોગવાઇઓ અન્વયે કોઇ પણ વ્યક્તીઓ જાહેર જગ્યાએ આવતા -જતા રાહદારીઓ ઉપર મકાનો -મિલ્કતો વાહનો , વાહનમાં જતા આવતા ઉપર કાદવ- કિચ્ચ્ડ રંગ અથવા રંગ મીશ્ર્રીત કરેલા પાણી , તેૈલી અથવા બીજી કોઇ વસ્તુઓ નાખવા તથા હોળી -ધૂળેટીના પૈસા (ગોઠ) ઉઘરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.
ટ્રાફિક એલર્ટ| હરણી ગામ તરફ જવાના રસ્તા વાહન જાળવીને હાંકવુ
વડોદરા | એરપોર્ટ સર્કલ ચાર રસ્તા થી હરણી ગામ તરફ જવાના રસ્તે પાલિકા દ્રારા અંડરગ્રાઉન્ડ માઇક્રો ટનલીંગ ની કામગીરી શરૂ કરવામાં આવી છે.કામગીરી અંતર્ગત વાહનવ્યવહાર માટે એક તરફનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને ટ્રાફિકને અનેક જગ્યાએથી ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.જો એરપોર્ટ સર્કલ ચાર રસ્તા થી હરણી ગામ તરફ જવાના રસ્તે વાહન ઝડપથી અથવા ગફવતભરી રીતે ચલાવાય તો અકસ્માતની ભીતિ છે.
રેલવે |ગુરૂવારે બે સાપ્તાહીક ટ્રેનનો મુસાફરોને લાભ મળશે
વડોદરા | શહેરના મુસાફરોને રેલવે માં મુસાફરીકરવા માટે ગુરૂવારે બે સાપ્તાહીક ટ્રેનનોલાભ મળશે. પારબંદર જવા માટે સવારે11: 48 વાગે સુકેન્દ્રા બાદ -પોરબંદરટ્રેન આવશે. તેમજ દક્ષીણમાં જવા માટે બપોરે 14:55 વાગે વેરાવળ -તિરૂવનંતપૂરમ ટ્રેન વડોદરા આવશે.રેલવેમાં ચાર મહીના અગાઉ બુકીંગ શરૂથતુ હોવા છતા મુસાફરોને બુકીંગ મળતુ નથી. ત્યારે સાપ્તાહીક ટ્રેન તેમનેઆકસ્મીક સંજોગોમાં ખૂબ ઉપયોગીથાય છે.
રીડર્સ સ્પેસ
હેરી ચોક્સી દ્વારા શિવરાજપુર પાસેના જંગલમાં વાંસના ઝૂંડનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો.