• Gujarati News
  • National
  • ખાધા ખોરાકી નહીં આપતા પતિ સામે જપ્તી વોરંટ

ખાધા ખોરાકી નહીં આપતા પતિ સામે જપ્તી વોરંટ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પતિ-પત્ની વચ્ચે ચાલી રહેલી તકરારમાં ફેમિલી કોર્ટે પતિને પત્નીને ખાધાખોરાકી ચુકવવા આદેશ કર્યા પછી પણ પતિએ ખાધાખોરાકીના નાણાં સમયસર ના ચુકવતાં પત્નીએ કોર્ટ સમક્ષ દાદ માંગી હતી. જો કે પતિએ કોર્ટના આદેશનું સતત ઉલ્લંઘન કરતાં કોર્ટે તેની સામે જપ્તી વોરંટ ઇસ્યુ કર્યું હતું.

પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાજમહેલ રોડ પર ખાડીયા પોળમાં રહેતા દિપક સત્યનારાયણ કહાર અને તેની પત્ની વચ્ચે અમદાવાદ ફેમિલ કોર્ટમાં તકરાર ચાલતી હતી. આ મામલે કોર્ટે દિપક કહારને દર મહિને ખાધાખોરાકી ચુકવવા આદેશ કર્યો હતો પણ દિપક ચુકવતો ન હતો, જેથી તેની પત્નીએ ફરી કોર્ટમાં દાદ માંગી હતી. કોર્ટે દિપક કહારને વારંવાર જણાવ્યું હતું છતાં દિપકે નાણાં ના ચુકવતાં કોર્ટે દિપક સામે જપ્તી વોરંટ ઇસ્યુ કર્યું હતું. જો કે અટકાયત બાદ દિપકે પોલીસને ખાધાખોરાકીના 78 હજાર ચુકવ્યા હતા. જે કોર્ટમાં જમા કરાવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...