• Gujarati News
  • National
  • આજે સાંજે અકોટા અને કલાલીના સવા લાખ લોકોને પાણી નહીં મળે

આજે સાંજે અકોટા અને કલાલીના સવા લાખ લોકોને પાણી નહીં મળે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્કાડા આધારિત સ્માર્ટ વોટર મેનેજમેન્ટ હેઠળ વાલ્વ અને ફલો મીટર બેસાડવાની હોવાથી બુધવારે અકોટા,જેપી રોડ અને કલાલીના સવા લાખ નાગરિકોને પાણી મળશે નહીં અને તેના કારણે દોઢ કરોડ લિટર પાણીની ઘટ પડશે.

પાલિકા તરફથી તબક્કાવાર રીતે જુદા જુદા વિસ્તારોમાં સ્કાડા આધારિત કામગીરી હાથ પર લેવામાં આવી છે. જેના ભાગરૂપે, બુધવારે ઇલોરાપાર્ક ત્રણ રસ્તા પાસેથી પસાર થતી પાણીની મુખ્ય નળિકા પર વાલ્વ અને ફલો મીટર બેસાડવાની કામગીરી કરવામાં આવનાર છે. આ સિવાય, કલાલી ટાંકી અને અકોટા ટાંકી પર પણ વાલ્વ બેસાડવામાં આવશે.

આ કાર્યવાહીના પરિણામે બુધવારે સાંજે કલાલી અને અકોટા પાણીની ટાંકીના સ્ત્રાવ વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે નહીં. જેથી, અકોટા વિસ્તારની શ્રેણીક પાર્ક,અજીતનગર અને તેની આસપાસ, જે પી રોડના ટાગોરનગર,જેપી નગર , મનીષા ચાર રસ્તા અને તેની આસપાસ તેમજ કલાલી ગામ અને કલાલી રોડ વિસ્તારના સવા લાખ નાગરિકોને પાણી મળશે નહીં. આ બંને ટાંકીના સ્ત્રાવ વિસ્તારમાં ગુરુવારે ઓછા દબાણથી મોડુ પાણી વિતરણ કરાશે તો માંજલપુર પાણીની ટાંકીના વિસ્તારમાં હળવા દબાણથી પાણી પૂરુ પડાશે.

શહેરમાં કરાયેલા પ્લાન્ટેશનને પાણી પીવડાવવા 50 લાખનો ખર્ચ કરાશે
વડોદરા .શહેરમાં કરાયેલા પ્લાન્ટેશનને પાણી પીવડાવવા માટે પાલિકા તરફથી 50 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવનાર છે અને તેના માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. શહેરમાં પીવાના પાણીની મોંકાણ ધીમે ધીમે શરૂ થઇ ગઇ છે અને આગામી ઉનાળો પાલિકા માટે પણ કપરો સાબિત થશે. નર્મદા નિગમમાંથી વડોદરાને મળતુ પાણી ધીમે ધીમે ઉનાળામાં બંધ કરવામાં આવનાર છે અને તેના કારણે શહેરીજનોએ અઘોષિત પાણીકાપ માટે તૈયાર રહેવું પડશે. આ સંજોગોમાં પાણી બચાવવાના રસ્તા પાલિકાએ શોધવા પડશે તે નક્કી છે. આ સ્થિતિમાં, પાલિકાના પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગ તરફથી શહેરમાં કરાયેલા પ્લાન્ટેશનને ટેન્કરથી પાણી પીવડાવવા માટે ટેન્ડર મંગાવ્યા હતા અને તેમાં રૂા.50 લાખની ખર્ચ મર્યાદા નક્કી કરવામાં આવી હતી. આ ખર્ચ મુજબની કામગીરી કરાવવા માટે સ્થાયી સમિતિમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...