તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવની કોંગ્રેસી આગેવાનો સાથે બેઠક

કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવની કોંગ્રેસી આગેવાનો સાથે બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કોંગ્રેસનારાષ્ટ્રીય સચિવ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી હર્ષવર્ધન સપકાળ ગુરુવારે વડોદરા આવી રહ્યા છે અને સર્કિટ હાઉસમાં શહેર કોંગ્રેસી આગેવાનો સાથે બેઠક કરી સ્થિતિનો તાગ મેળવશે.

ગુજરાત કોંગ્રેસની જવાબદારી એઆઇસીસીના મહાસચિવ અશોક ગેહલોતને આપવામાં આવી છે અને તેમની સાથે બે સહ પ્રભારીની પણ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વર્ષ છે ત્યારે કોંગ્રેસની યાદવાસ્થળીને ડામવા માટે બેઠકોનો દોર ચાલી રહ્યો છે અને પ્રથમ તબક્કામાં કોંગ્રેસના ચાલુ 57 ધારાસભ્યોને ટિકિટ આપવા માટે રિપીટ કરવાનો નિર્ણય લેવામાં અાવ્યો છે. શહેરની વિધાનસભાની પાંચેય બેઠક ભાજપના ખિસ્સામાં સેરવેલી છે ત્યારે શહેરની બેઠકો માટે દાવેદારો ફૂટી નીકળ્યા છે. એક અંદાજ મુજબ, સયાજીગંજ બેઠક માટે ચાર, અકોટા માટે સાત, શહેરવાડી માટે સૌથી વધુ 11,રાવપુરા માટે ચાર અને માંજલપુર બેઠક માટે પાંચ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. સંજોગોમાં, કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના પ્રભારી એવા એઆઇસીસીના પ્રભારી હર્ષવર્ધન સપકાળ ગુરુવારે વડોદરા આવી રહ્યા છે.

માંજલપુર બેઠક માટે 5 દાવેદારોએ દાવેદારી નોંધાવી

કોંગ્રેસના દક્ષિણ ગુજરાતના પ્રભારી આજે શહેરમા

અન્ય સમાચારો પણ છે...