તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મજૂર લઇ જવાના મામલે ઝઘડો થતાં ચપ્પુથી હુમલો

મજૂર લઇ જવાના મામલે ઝઘડો થતાં ચપ્પુથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાગોત્રી વિસ્તારમાં બની રહેલી મુખ્યમંત્રી આવાસ યોજનામાં કામ કરતી વેળાએ સાથી મજૂરે ઝઘડો કરીને ગડદાપાટુનો માર માર્યો હતો. ઉપરાંત ઠેકરનાર સ્મશાન પાસે સામાન્ય મુદ્દે યુવાન પર ચચ્પા વડે હુમલો કરાયો હતો. પોલીસે બંને મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.

ગોત્રીના મુખ્યમંત્રી આવાસ યોજનામાં કામ કરતા ભાણા મીઠા વણકરે(રહે, દાહોદ) તેના સાથીદાર માનસિંગ હરિસંગ પ્રજાપતિ સામે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશમાં ફરિયાદ નોંધાવી હતી કે તે મુખ્યમંત્રી આવાસ યોજનામાં સવારના 7-30 વાગ્યાના અરસામાં સલાટનું કામ કરતો હતો, ત્યારે સાથી મજૂર માનસિંગે તેની સાથે તું મારા મજૂરો કેમ લઇ જાય છે, તેમ જણાવી ઝઘડો કર્યો હતો અને ગડદાપાટુનો માર મારી લોખંડનો સળિયો ફટકાર્યો હતો, જેથી તેને આંગળી પર ફ્રેકચર થઇ ગયું હતું.

ઠેકરનાથ સ્મશાન પાસે રહેતા સુરેશ બાબુ ચુનારાએ સિટી પોલીસને જણાવ્યું હતું કે તે તેના ઘર પાસે ભત્રીજા સાથે બેઠા હતા, ત્યારે કલ્લુ વસાવાએ ચપ્પુ માર્યું હતું.સિટી પોલીસે તપાસ શરૂ કરી હતી.

લોખંડનો સળિયો મારતાં આંગળી તૂટી ગઈ

ગોત્રીમાં આવાસ યોજનાનું કામ ચાલતું હતું

અન્ય સમાચારો પણ છે...