તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • કંપનીમાંથી ચોરેલા સામાન વડે નોકરોએ નવો ધંધો કર્યો

કંપનીમાંથી ચોરેલા સામાન વડે નોકરોએ નવો ધંધો કર્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દુમાડચોકડી પાસે આવેલ કેટરિંગ કંપનીની ઓફિસમાંથી ત્રણ માસના ગાળામાં કંપનીના બે નોકરોએ સ્ટીલનાં વાસણો સહિતની મતાની ચોરી કરી હતી. માલિકની ફરિયાદના આધારે પોલીસે બંને નોકરની ધરપકડ કરી 1.32 લાખનાં વાસણોનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

શખ્સોએ માલિકની કંપનીમાંથી સામાન ચોરી પોતાની રીતે અલગ વ્યવસાય શરૂ કર્યો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યું હતું.

સમા પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ સુરજ મહાતમ વિશ્વકર્મા (રહે, તક્ષશીલા સોસાયટી, સમા) કેટરિંગનો વ્યવસાય કરે છે. તેઓ દુમાડ ચોકડી પાસે સિદ્ધાર્થ એનેક્ષમાં ઓફિસ ધરાવે છે. સુરજ વિશ્વકર્માએ પોલીસને જણાવ્યું હતું કે તેમની કંપનીમાં કામ કરતા ભરતસિંહ કેસરીસિંહ ડાભી (રહે, ગદાપુરા) તથા જીતેન્દ્ર ગજપાલ નેગી (રહે, ગોરવા)એ ગત માર્ચ માસથી તેમની કંપનીમાં 250 સ્ટીલની પ્લેટ અને 15 કેશબાઉલ મળી 1,32,000ની મતાની ચોરી કરી હતી. પોલીસે મામલે ગુનો નોંધીને બંને શખ્સની શોધખોળ કરીને ઝડપી પાડ્યા હતા.

પોલીસે ચોરી કરેલ સામાન પણ કબજે કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે બંને શખ્સની સાથે હજુ પણ બે શખ્સ સંડોવાયેલા છે અને તમામે ભેગા મળીને ચોરી કર્યા બાદ સામાનનો ઉપયોગ કરી અલગથી પોતાનો વ્યવસાય શરૂ કર્યો હતો. પોલીસે બનાવ અંગે વધું તપાસ હાથ ધરી છે.

બે જણા 250 સ્ટીલની પ્લેટ અને 15 કેશબાઉલ ચોરી ગયા હતા

નોકરોએ સ્ટીલનાં વાસણો સહિતના સામાનની ચોરી કરી

અન્ય સમાચારો પણ છે...