તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ચૂંટણીની તૈયારી માટે કેલનપુરમાં કોંગ્રેસની બેઠક

ચૂંટણીની તૈયારી માટે કેલનપુરમાં કોંગ્રેસની બેઠક

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગુજરાતવિધાનસભાની ચૂંટણીને આડે હવે ગણતરીના 5 મહિના બાકી રહેતાં કોંગ્રેસ દ્વારા ચૂંટણીલક્ષી કાર્યક્રમો શરૂ થયા છે. જે અંતર્ગત વડોદરા જિલ્લા કોંગ્રેસના ઉપક્રમે આવતીકાલે ગુરુવાર તા.8 જૂને કેલનપુર ખાતે ચૂંટણીની તૈયારીઓ માટે બેઠકનું આયોજન કરાયું છે.

વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણી પહેલાં પક્ષ દ્વારા જિલ્લામાં બૂથ સ્તરે કાર્યવાહી શરૂ કરી દેવાઇ છે. દક્ષિણ ગુજરાતના પ્રભારી અને એ.આઇ.સી.સી.ના મંત્રી હર્ષવર્ધન સપકાલની ઉપસ્થિતિમાં ગુરુવારે સવારે 10 વાગે કેલનપુર ખાતે બેઠકનો પ્રારંભ થશે. કાર્યક્રમમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ, વડોદરા જિલ્લા કોંગ્રેસ પ્રભારી અમિત ચાવડા અને ભરત મકવાણા ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...