તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્માર્ટ સિટીમાં સ્ટેશન રિડેવલપમેન્ટને પ્રાધાન્ય

સ્માર્ટ સિટીમાં સ્ટેશન રિડેવલપમેન્ટને પ્રાધાન્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્માર્ટસિટી અને અમૃત મિશનના લોન્ચીંગની બીજી વર્ષગાંઠ તા.25 જૂનના રોજ છે. વડોદરાનો સમાવેશ સ્માર્ટ સિટીની યાદીમાં આવી ચૂકયો છે અને તેને લગતા પ્રોજેક્ટસ પર કાર્યવાહી હાથ પર લેવામાં આવી છે. ખાસ કરીને રેલવે સ્ટેશન વિસ્તારમાં રેલવે સ્ટેશન રિડેવલપમેન્ટ એરિયા પર પ્રાધન્યતા આપવામાં આવી છે અને તે વિસ્તારમાં તોડફોડ મોટા પાયે કરીને જગા ખુલ્લી કરાવવામાં આવી રહી છે. સ્માર્ટ સિટીના લોન્ચીંગની બીજી વર્ષગાંઠ આવીરહી છે ત્યારે તેને લગતી કામગીરીથી શહેરીજનો વાકેફ કરાશે.

જે અંતર્ગત શહેરમાં વિવિધ જગાએ હોર્ડિગ્સ, બેનર્સ,પોલ કિઓસ્ક, સ્ટેન્ડીંગ પોસ્ટર્સ, વ્હીકલ ગ્રાફિકસ તથા અન્ય નવીનતા સભર માધ્યમોથી જાણકારી આપવામાં આવશે. તદુપરાંત, આર્ટ ઓન પબ્લીક ટ્રાન્સપોર્ટના માધ્યમથી તથા પોસ્ટર ડીઝાઇન કોમ્પીટશનનું આયોજન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

વિવિધ જગાએ હોર્ડિગ્સ - બેનર્સ લગાવાશે

સ્માર્ટ સિટી લોંન્ચિંગની બીજી વર્ષગાંઠ ઉજવાશે

અન્ય સમાચારો પણ છે...