તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સિટીનાં 2 બાળકો જાપાનની ચિત્ર સ્પર્ધામાં મેડલ્સ જીત્યા

સિટીનાં 2 બાળકો જાપાનની ચિત્ર સ્પર્ધામાં મેડલ્સ જીત્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિટી રિપોર્ટર @cbvadodaraસિટીનાહોબી સેન્ટરમાં ચિત્રકલાનું શિક્ષણ લઇ રહેલા બે બાળકોને જાપાનના ટોક્યો ખાતે યોજાયેલ ચિત્ર સ્પર્ધામાં એવોર્ડ પ્રાપ્ત થયો છે. જેમાં પલક સીન્હાને બ્રોન્ઝ મેડલ તથા મોહિત દેવરાજ મઝમુદારને ઓનરેબલ મેન્શનનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. નોંધનીય છે કે જાપાન ખાતે યોજાતી ચિત્ર સ્પર્ધામાં 85 દેશોમાંથી હજારો બાળકોએ ભાગ લીધો હતો. જેમાં વડોદરાના બે બાળકોએ એવોર્ડ પ્રાપ્ત કરી સિટીનું ગૌરવ વધાર્યું છે.
અન્ય સમાચારો પણ છે...