ભાસ્કર ઈન્વેસ્ટીગેશન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | સાડા ત્રણ કલાકમાં જ 6 એટીએમ તોડી રૂા. 31.39 લાખની ચોરી કરનાર ટોળકી ભૂસાવળથી આવી હતી. આ ગેંગ 13મીએ રાત્રે ભૂસાવળમાંથી જીપની ચોરી કરી યાવલ અને અડાવદ ખાતે ત્રણ જગ્યાએ એટીએમ તોડ્યા બાદ 452 કિલોમીટરનું પરિભ્રમણ કરી વડોદરા આવી હતી. 14મીએ મોડી રાત્રે પોણા એક વાગે વડોદરાની આજવા ચોકડીથી પ્રવેશ કર્યો હતો. સાડા ત્રણ કલાકમાં 21 કિલોમીટર અંતરમાં 6 એટીએમ તોડી મળસ્કે 4:14 કલાકે ભાગી છુટ્યા હતા. ટોળકી ઓક્સિજન સિલેન્ડર સાથેની ગેસ કટિંગ કીટ લઇને આવી હતી. 2 શખ્સો એટીઅેમ તોડવા જતા જ્યારે બાકીના બહાર વોચમાં ઉભા રહેતા હતાં. ગેંગને એક એટીએમ તોડતા સરેરાશ 3 મિનિટ લાગી હતી, અને કાર પાર્ક કરીને આવવા જવાની બીજી 4 મિનીટ ગણીએ તો કુલ 42 મિનીટમાં 6 એટીએમ તોડ્યા હતા. ટોળકીએ ચોરી કરેલી મહિન્દ્ર મેક્સ જીપનો નંબર બદલી નાખ્યો હતો.

પોણા એક વાગે આજવા ચોકડીથી એન્ટ્રી કરી, સાડા ત્રણ કલાક પછી ત્યાંથી જ એક્ઝીટ થઇ ગયા
1
ગેસ કટરથી કટિંગ શરૂ કર્યું
મકરપુરાના એટીએમમાં ગેસ કટરથી કટિંગ વેળા આગ ન લાગે તે માટે પાણીની બોટલ રાખી હતી.

મકરપુરાના શિવમ કોમ્પલેક્ષના આઇસીઆઇસીઆઇના એટીએમમાંથી ટોળકીએ 16.28 લાખની ચોરી કરી હોવાનું પીઆઇ ડી.આઇ.મહિડાએ જણાવ્યું હતું.જેને પગલે પાંચ એટીએમ મશીનમાંથી ટોળકીએ 31.39 લાખની રોકડ રકમની ચોરી કરી હોવાનું જણાઇ આવ્યું છે.

13મીઅે ભુસાવળમાં 3 ATM તોડ્યાં, 452 િક.મી. પરિભ્રમણ કરીને 14મીએ વડોદરા આવ્યા, 42 મિનીટમાં 6 ATM તોડ્યાં
સાઇરને ખેલ ઉંધો પાડયો
4
5
શહરના વડસર બ્રિજ પાસેના એટીએમમાં અચાનક સાઇરન વાગતાં ચોરો ભાગી છૂટયા હતા.

એન્ટ્રી 1.45 am
પરપ્રાંતીય મનાતી એટીએમ ચોર ગેંગ આજવા ચોકડી પરથી શહેરમાં પ્રવેશી હતી

રસ્તા પર અથવા એટીએમની આસપાસ રહેલી ઇમારતના સીસી ટીવી કેમેરામાં ગાડીનો નંબર ના દેખાય તે માટે તસ્કરોએ મહિન્દ્ર મેકસ ગાડીની હેડલાઇટ ફુલ મારી હોવાનું સીસી ટીવી ફુટેજના આધારે પોલીસને માહિતી મળી હતી.

સીસીટીવી જોઇ ચમક્યો
2
તરસાલી રિંગ રોડ પરના એટીએમમાં ઘૂસેલા ચોરની નજર સીસીટીવી પર હતી.

એક્ઝિટ 4.14 am
માંજલપુરમાં વધુ એક એટીએમને નિશાન બનાવી ચોરો આજવા ચોકડીથી જ બહાર ભાગી છૂટયા હતા

મંદીરના કેમેરામાં ચોર કેદ
તરસાલી સાંઇબાબાના મંદીરના સીસીટીવી કેમેરામાં ચોરોની ગતિવિધી કેદ થઇ ગઇ હતી.

તસ્કર ટોળકી ગેસ કટરની આખી કિટ મહિન્દ્રા ગાડીમાં મુકીને શહેરના 6 એટીએમ તોડવા નિકળી હોવાનું સીસી ટીવી ફુટેજના આધારે જણાઇ આવ્યું હતું. જો કે પોલીસ સુત્રોએ જણાવ્યું હતું કે મહિન્દ્રા મેકસ ઉપરાંત તુફાન ગાડીનો પણ ટોળકીએ ઉપયોગ કર્યો હોઇ શકે છે.

તસ્કરોએ ફેંકી દીધેલા 10 કેશ બોકસ મળ્યાં
3
6
તસ્કરોએ ફેંકી દીધેલા પાંચ કેશ બોકસ પોલીસને સોમવારે ઉમા વિદ્યાલયની પાછળ ઝાડીમાંથી મળ્યાં હતા, જયારે મકરપુરા એરફોર્સ સ્ટેશન પાસેના મંદિર પાસેથી પણ પોલીસને મંગળવારે વધુ 5 કેશ બોકસ મળ્યાં હતા. જેમાં 500ના બોકસમાં ચારથી પાંચ 500ના દરની નોટોના ટુકડા મળી આવ્યા હતા, જેથી તસ્કરોએ ઉતાવળમાં રોકડ કાઢવા જતાં 500ની ચારથી પાંચ નોટ ફાટી ગઇ હોવાની આશંકા વ્યકત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...