• Gujarati News
  • National
  • સુપ્રીમનો નિર્ણય આવતાં સુધી ફી નહીં ભરીએ : વાલી મંડળ

સુપ્રીમનો નિર્ણય આવતાં સુધી ફી નહીં ભરીએ : વાલી મંડળ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| સુપ્રીમ કોર્ટનો નિર્ણયના આવે ત્યાં સુધી વાલીઓ ફી નહિ ભરે તેવી જાહેરાત ઓલ ગુજરાત વાલી મંડળે કરી છે. સુપ્રીમ કોર્ટ નક્કી કરશે તે પ્રમાણે વાલીઓ ફી ભરશે ત્યાં સુધી વાલીઓ કોઇ પણ પ્રકારની ફી નહિ ભરે. સમિતિ સમક્ષ ઝેનીથ સ્કૂલે દરખાસ્ત રજૂ કરી છે.

સુપ્રીમની વચગાળાની રાહતના પગલે સ્કૂલોને વધુ સમય મળ્યો
ફી નિર્ધારણ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવા માટે બુધવાર છેલ્લો દિવસ છે જોકે સ્કૂલો ને સુપ્રીમ કોર્ટએ વચગાળાની રાહત આપતા હજુ બે સપ્તાહનો સમય સ્કૂલ સંચાલકોને મળી ગયો છે.

ઓલ ગુજરાત વાલી મંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે હવે સ્કૂલો સુપ્રીમ કોર્ટમાં ગઇ છે ત્યારે કોર્ટનો નિર્ણય નહિ આવે ત્યાં સુધી વાલીઓ કોઇ પણ પ્રકારની ફી નહિ ભરે. જયારે આદેશ આવશે ત્યારે જ તે પ્રમાણે ફી ભરશે. સ્કૂલોએ ફીમાં વધારો કરવા વધારાના ઓસી સહિત લીફટની પણ સુવિધાઓ ઉભી કરી હોવાના આક્ષેપો તેમણે કર્યાં હતા.

મંગળવારે વિદ્યાર્થી હિતરક્ષક સમિતિના નિકુલ પટેલ ,સાંઇ ઢેકાણે સહિતના આગેવાનો દ્વારા રાવપુરા ખાતે આવેલી જનરલ પોસ્ટ ઓફિસ ખાતેથી રાજ્યના 33 જિલ્લાના 33 કલેકટરોને રજિસ્ટર એડીથી આવેદન પત્ર મોકલાયું હતું. જેમાં સ્કૂલોમાં પ્રવેશ ફી સહિતની ફી વસૂલ કરવામાં આવે છે તે બંધ કરવાની માંગ કરવામાં આવી હતી. બુધવારે વિદ્યાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાને આવેદન અપાશે.

ઝેનીથ સ્કૂલે ફી વધારાની દરખાસ્ત કરી , બરોડા હાઇસ્કૂલના વાલીઓનું ફી નિર્ધારણ કમિટીને આવેદન
17મી સુધીમાં ફી નિર્ધારણ સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરવાની મુદત હતી તે અગાઉ ઝેનીથ સ્કૂલે ફી વધારાની દરખાસ્ત રજૂ કરી હતી. વડોદરા ઝોનની ત્રણ જેટલી સ્કૂલોની માહિતી અધૂરી હોવાના પગલે દરખાસ્ત પાછી મોકલાઇ હતી. બરોડા હાઇસ્કૂલના વાલીઓએ ફી નિર્ધારણ સમિતિ સમક્ષ આવેદનપત્ર આપ્યુ હતું જેમાં જણાવ્યું હતું કે નિયમનું પાલન ન કરતી શાળા સામે પગલાં ભરાય.

અન્ય સમાચારો પણ છે...