• Gujarati News
  • National
  • 32.5 ડિગ્રી ગરમીથી શહેરીજનો પરેશાન

32.5 ડિગ્રી ગરમીથી શહેરીજનો પરેશાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરમાં ઉત્તરાયણ પર્વથી શરૂ થયેલી ગરમીનો સિલસિલો મંગળવારે પણ યથાવત્ રહ્યો હતો. મંગળવારે 32.5 ડિગ્રી ગરમી વર્તાતાં શહેરીજનો પરેશાન થયા હતા. બીજી તરફ સોમવારની સરખામણીમાં ઠંડી અાંશિક વધતાં લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ગગડી 17.8 ડિગ્રી થયું હતું. હવામાન વિભાગે બુધવારે ઠંડીનો પારો 18 ડિગ્રી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. મંગળવારે સવારે ઠંડીનો અાંશિક ચમકારો વર્તાયો હતો. જેથી ઠંડીનો પારો 17.8 ડિગ્રી રહ્યો હતો. જોકે મહત્તમ તાપમાન 32.5 ડિગ્રી નોંધાયું હતું.પવનની ગતિ પ્રતિ કલાકના 8 કિ.મી.ની રહી હતી.

અન્ય સમાચારો પણ છે...