• Gujarati News
  • National
  • માલેતુજારોને મહત્ત્વ આપવાના મુદ્દે આપના 300 કાર્યકરોનાં રાજીનામાં

માલેતુજારોને મહત્ત્વ આપવાના મુદ્દે આપના 300 કાર્યકરોનાં રાજીનામાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમઆદમી પાર્ટીમાં માલેતુજારોને મહત્ત્વ અને હોદ્દા અપાતા હોવાના આક્ષેપ સાથે 300 કાર્યકરોએ રાજીનામાં આપ્યાં છે.

આપના સયાજીગંજ વિધાનસભા અધ્યક્ષ મેહુલ ઉપાધ્યાય, મધ્ય ગુજરાત સહ સંયોજક તેજસિંઘ, સોશ્યલ મિડિયા પ્રભારી સુદીપ પુરોહિત, રિઝવાન સૈયદ-યુવા પ્રમુખ, વિનોદ વણકર, જીગર કોસંબિયા સહિત 300 કાર્યકરોએ સોમવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું હોવાનું જાહેર કર્યું હતું. રાજીનામું આપવા પાછળ કાર્યકરોએ પક્ષની નેતાગીરી પર કાર્યકરોની અવગણના, માલેતુજાર લોકોને પ્રાધાન્ય આપવાનો આક્ષેપ કર્યો છે.

આપના શહેર પ્રમુખ ચિન્નમ ગાંધીએ જણાવ્યું હતું કે 300 કાર્યકરો સાથે રાજીનામાં આપવાની તેમની વાત બેબુનિયાદ છે.

પક્ષની નેતાગીરી કાર્યકરોની અવગણના કરતી હોવાનો આક્ષેપ

અન્ય સમાચારો પણ છે...