• Gujarati News
  • National
  • કોંગ્રેસમાંથી અકોટા બેઠક પર 7 અને રાવપુરામાં 4 દાવેદારો

કોંગ્રેસમાંથી અકોટા બેઠક પર 7 અને રાવપુરામાં 4 દાવેદારો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા શહેરમાં વિધાનસભાની અકોટા, રાવપુરા, સયાજીગંજ, શહેર-વાડી અને માંજલપુર બેઠક આવેલી છે. 5 બેઠકોના કોંગ્રેસના ઉમેદવારો નક્કી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી કવાયત હાથ ધરાઇ હતી. માટે વડોદરાના પ્રભારીઓ રાજકુમાર ગુપ્તા તેમજ ધારાસભ્ય નિરંજન પટેલની ઉપસ્થિતિમાં નિરીક્ષકોએ કોંગ્રેસ કાર્યાલય ખાતે સંભવિત ઉમેદવારોની રજૂઆતો સાંભળી હતી.

શહેર પ્રમુખ પ્રશાંત પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે, પહેલા તબક્કામાં નિરીક્ષક સુભાષ આચાર્યે અકોટા બેઠકના સંભવિત ઉમેદવારોને સાંભળતાં કુલ-7 દાવેદારોએ તેમની દાવેદારી નોંધાવી હતી. જેમાં પૂર્વ મેયર રણજિત ચવાણ, અશોક ગુપ્તા, પ્રજ્ઞેશ તેવાર, પૂર્વ કોર્પોરેટર ઇમ્તિયાજ પટેલ, કોર્પોરેટર બાળુ સુર્વે, 2012 ની ચૂંટણીના કોંગ્રેસના પરાજિત ઉમેદવાર લલિત પટેલ તેમજ કાંતિભાઇ પટેલે પ્રભારીઓ અને નિરીક્ષકો સમક્ષ તેમની દાવેદારી નોંધાવી હતી.

જ્યારે બપોર બાદ બીજા તબક્કામાં નિરીક્ષક ગૌતમ પટેલની ગેરહાજરીમાં પ્રભારીઓ રાજકુમાર ગુપ્તા અને નિરંજન પટેલે રાવપુરા બેઠકના સંભવિત ઉમેદવારોને સાંભળ્યા હતા. રાવપુરા બેઠક પર 4 દાવેદારોએ તેમની દાવેદારી નોંધાવી હતી. જેમાં મહાનગર પાલિકાના વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ, 2012 ની ચૂંટણીના કોંગ્રેસના પરાજિત ઉમેદવાર જયેશ ઠક્કર, રાજેશ પટ્ટણી અને સંજય પટેલ(એસ.પી.)એ દાવેદારી નોંધાવી હતી.

બંને બેઠકના દાવેદારોએ તેમના સમર્થક કોર્પોરેટર્સ સાથે સમૂહમાં આવી દાવેદારી નોંધાવતાં કોંગ્રેસ કાર્યાલય ખાતે મેળાવડો જામ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. આવતીકાલે મંગળવારે સયાજીગંજ, શહેર-વાડી અને માંજલપુર બેઠકના નિરીક્ષકો ત્રણ બેઠકના સંભવિત ઉમેદવારોને મળી તેમની રજૂઆતો સાંભળશે.

પ્રભારી રાજકુમાર ગુપ્તા અને નિરંજન પટેલે એક વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં પક્ષ દ્વારા 45 વર્ષની નીચેના યુવા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવશે.

લોકસભા બેઠક હેઠળ આવતી વિધાનસભા બેઠકો પૈકી એક વિધાનસભા બેઠક મહિલા ઉમેદવારને ફાળવાશે. પક્ષ દ્વારા વખતે જીતે તેવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે. ઉમેદવાર કોંગ્રેસી અને સામાજિક પ્રતિષ્ઠા ધરાવતો હશે તો તેને અગ્રિમતા અપાશે.

અન્ય સમાચારો પણ છે...