• Gujarati News
  • National
  • ફી વધારો પાછો ખેંચવાની જાહેરાતો વાલીઓની જીત

ફી વધારો પાછો ખેંચવાની જાહેરાતો વાલીઓની જીત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શાળાસંચાલકોના મંડળનું સંચાલન કરી સરકાર સમક્ષ ફી વધારા અંગે મોરચો માંડનાર શાળા સંચાલકોની મનમાની સામે સરકાર કડક થતાં આખરે વાલીઓની સંગઠન શકિત સામે નમતું જોખી ફી વધારો પાછો ખેંચવાની જાહેરાત શાળા સંચાલકો તરફથી કરવામાં આવી રહી છે જે વાલીઓની જીત છે તેમ ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું.

શહેર જિલ્લાની કોઇપણ શાળા અન્યાયી રીતે ફી વધારો કરે તો એક થઇને લડત આપવાની જરૂરિયાત છે જેમાં સરકાર વાલીઓની સાથે છે. ભવિષ્યમાં પણ શાળા સંચાલકો સરકારના નિયમોની ઉપરવટ જઇ વાલીઓને લૂંટે નહિ માટે છે. વધુમાં ધારાસભ્યે જણાવ્યું હતું કે શાળાની નજીકના બાગ બગીચામાં વાલીઓએ ટિફિન બેઠક યોજી વાલી મંડળની રચના કરવી જોઇએ જે શાળા સંચાલક સમક્ષ વિદ્યાર્થીઓ અને વાલીઓના હિતની બેધડક રજૂઆત કરી શકે. દર મહિને શાળા સંચાલકો સાથે બેઠક કરવી જોઇએ અને પ્રતિવર્ષ વાલીમંડળની નિમણૂક થાય એવી પ્રણાલિકા જો અપનાવવામાં આવશે તો ફરીથી શાળા સંચાલકો ગેરરીતિ આચરવાની હિંમત પણ નહિ કરે. શાળા સંચાલકોની એકતરફી જાહેરાતને વાલીઓ અને તેમાંયે ખાસ કરી ને મહિલાઓની લડતની જ્વલંત જીત ગણાવી હતી અને સંગઠન શક્તિનો વિજય ગણાવ્યો હતો.

શહેરના વડસર-કલાલી રોડ પર આવેલી બિલાબોંગ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્યને 30મી માર્ચ પછી ડીઇઓ જવાબ લેવા માટે બોલાવશે.

બિલાબોંગ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા 10 ટકા ફી વધારો કરવામાં આવ્યો હતો જેની સામે અન્ય સુવિધાઓ આપવામાં આવતી ના હોવાનો વિરોધ કરવામાં આવ્યો હતો અને જે અંગે વાલીઓ દ્વારા ડીઇઓને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી અને તે અંગે સ્કૂલના આચાર્યને 30મી માર્ચ પછી જવાબ આપવા માટે બોલાવવામાં આવ્યા છે.

આજે જય અંબે સ્કૂલ માંજલપુર ખાતે વાલીઓએ ફી ઘટાડો કરવાના મુદે સંચાલકોને ઉગ્ર રજૂઆતો કરી હતી. સ્કૂલ મેનેજમેન્ટે વાલીઓને ડીઇઓના સર્ક્યુુલરની કોપી આપી હતી અને બાંયધરી આપી હતી કે ફી વધારો નહિ કરવામાં આવે. સરકાર જે પણ નિર્ણય લે તેના આધારે ફી નક્કી કરવામાં આવશે. જોકે વાલીઓએ સિવાય પણ શાળામાં વિવિધ વિષયો પર લેવાતી ફી સહિતના મુદ્દાઓનો નિકાલ કરવાની માંગણી કરી હતી.

-તો શાળા સંચાલકો ગેરરીતિ આચરવાની હિંમત નહિ કરે

શાળાના વાલીઓને સંગઠિત થવા યોગેશ પટેલની અપીલ

અન્ય સમાચારો પણ છે...