• Gujarati News
  • National
  • બપોરથી ગરમ પવન ફૂંકાવાનું શરૂ થતાં રાજમાર્ગો અને બજારો સૂમસામ બન્યાં : ઘરોમાં પંખાના પવને દઝાડ્

બપોરથી ગરમ પવન ફૂંકાવાનું શરૂ થતાં રાજમાર્ગો અને બજારો સૂમસામ બન્યાં : ઘરોમાં પંખાના પવને દઝાડ્યાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
6 વર્ષનો રેકર્ડ તૂટયો : 42.7 0 ગરમીમાં લોકો શેકાયા

આજે ગરમીનો પારો 43 ડિગ્રીએ પહોંચવાની શકયતા : માર્ચ 2010માં 43.1 ડિગ્રી ગરમી નોંધાઇ હતી

હોળી પર્વ પૂરું થયા બાદ શહેરમાં ગરમીનો પારો સતત વધતો રહ્યો હતો. જો કે, છેલ્લા 3 દિવસથી ગરમીનો પારો જે રીતે વધી રહ્યો છે તે જોતાં શહેરમાં માર્ચ મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીએ પહોંચે તેવી શક્યતા જોવાઇ રહી છે.

શહેરમાં શનિવારે ગરમીનો પારો 39.3 ડિગ્રી અને રવિવારે 40.8 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ સોમવારે અાકાશમાંથી અંગારા વરસ્યા હોય તેમ ગરમીનો પારો પારો 42.7 ડિગ્રીએ પહોંચતાં સોમવારની બપોરે શહેરના માર્ગો સૂમસામ બન્યા હતા. આકરી ગરમીની સાથે પ્રતિ કલાકના 8 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાતાં બપોરના 12 વાગ્યાથી ગરમ લૂ અનુભવાતાં રાહદારીઓ-વાહનચાલકોની હાલત કફોડી બની હતી. સોમવારની બળબળતી બપોરથી માર્ગો-બજારો સૂમસામ બનવા ઉપરાંત ગરમીનો સામનો કરવા ઠંડાં પીણાં, શેરડીના રસ, શરબતની લારીઓ પર લોકોની ભીડ જોવા મળી હતી. સોમવારે શહેરમાં માર્ચ-2010 પછી ગરમીનો પારો 42 ડિગ્રીને વટાવી 42.7 ડિગ્રી થતાં 6 વર્ષ બાદ શહેરમાં માર્ચ મહિનો સૌથી ગરમ પુરવાર થયો હતો. ઉલ્લેખનીય છે કે, તા.20 માર્ચ 2010 ના રોજ શહેરમાં ગરમીનો પારો 43.1 ડિગ્રી નોંધાયો હતો.

માર્ચમાં ગરમીએ પ્રકોપ બતાવવાનું શરૂ કરતા એપ્રિલ અને મે અઘરા બની રહે તેમ મનાય છે. સોમવારે ગરમીનો પારો 43 ડીગ્રીની નજીક સરકતાં બપોરે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. જેથી રાજમાર્ગો પર જનતા કરફર્યુનો માહોલ સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...