• Gujarati News
  • National
  • રિક્શાની સવારીમાં મહિલાએ રૂા.1.60 લાખની મતા ગુમાવી

રિક્શાની સવારીમાં મહિલાએ રૂા.1.60 લાખની મતા ગુમાવી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશનથી સ્પેશિયલ રિકશામાં બેઠેલી મહિલાના પર્સમાંથી 1.60 લાખના દાગીના અને રોકડની ચોરી થતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

જામનગરમાં રહેતા અને શહેરના છાણીજકાતનાકાની અવધપુરી સોસાયટીમાં મકાન ધરાવતાં વિલાસબેન અરવિંદ પટેલ પતિ સાથે 12 તારીખે ઉત્તરાયણનો તહેવાર મનાવવા વડોદરા આવ્યાં હતાં. મંગળવારે સવારે 11-30 વાગ્યે તેઓ મકરપુરા જવા માટે છાણીથી રેલવે સ્ટેશન આવી રિકશા ભાડે કરીને તેઓ મકરપુરા જવા નિકળ્યાં હતાં. દરમિયાન થોડે આગળ જઇને રિકશા ચાલકે અન્ય ત્રણ મુસાફરોને પણ રિકશામાં બેસાડતાં મહિલાએ વિરોધ કર્યો હતો છતાં પણ ત્રણેયને બેસાડ્યા હતા.

રાજમહેલ રોડથી થોડે દૂર જઇ રિકશા ચાલકે અહીં ઉતરી જાવ તેમ મહિલાને જણાવ્યું હતું . મેં સ્પેશિયલ રિકશા બાંધી છે તો મકરપુરા પહોંચાડો તેમ મહિલાએ જણાવતાં રિકશા ચાલકે તેને બળજબરીપૂર્વક નીચે ઉતારી દીધી હતી અને ભાડું નથી જોઇતું તેમ જણાવી ફરાર થઇ ગયો હતો. આમ છતાં ભાડું આપવા માટે મહિલાએ પર્સ ખોલતાં પર્સમાં મૂકેલ સાડા ચાર તોલાનું મંગળસૂત્ર પોણા ત્રણ તોલાનું પેન્ડલ (કિંમત સોનાની અડધા તોલાની બુટ્ટી,રોકડા 10 હજાર ગાયબ થયેલાં જણાયાં હતાં. રિકશા ચાલક અને રિકશામાં બેઠેલા અન્ય ત્રણ પુરુષોએ 1.60 લાખની મતાની ચોરી કરી હોવા અંગે વિલાસબેને નવાપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...