• Gujarati News
  • National
  • સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આ‌વ્યો

સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલમાં સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આ‌વ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | બાળકોમાં નાનપણથી રમત-ગમતનું આકર્ષણ વધે અને બાળપણથીજ રમતોનું મહત્વ સમજાય તે હેતુસર સ્ટેપિંગ સ્ટોન્સ પ્લે સ્કૂલ, કારેલીબાગનો દર વર્ષની જેમ આ વખતે પણ સ્પોર્ટ્સ ડે યોજવામાં આવ્યો હતો. બાળકો દ્વારા પોમ-પોમ ડ્રિલ, બડીગ ફ્લાવર્સ ડ્રિલ જેવી થિમ અંતર્ગત વિવિધ ડાન્સીસ રજૂ કરવામાં આવ્યા હતા. સાથે જ પ્લાન્ટ ધ ફલાવર, હૉપિંગ, રીલે રેસ, રેડી ટુ સ્કૂલ, ટ્રેઝર હન્ટ જેવી જુદી જુદી ગેમ રમાડવામાં આવી હતી. સ્કૂલના ડાયરેકટર જીરલ સહ દ્વારા વિજેતા બાળકોને મેડલ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...