• Gujarati News
  • National
  • 81ની ઉંમરે શહેરના સતીષ વોરાને ત્રણ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયા

81ની ઉંમરે શહેરના સતીષ વોરાને ત્રણ સુવર્ણ ચંદ્રક પ્રાપ્ત થયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના સતિષ વોરાએ 80 પ્લસ કેટેગરીમાં માસ્ટર્સ એથ્લેટીક્સ સ્પર્ધામાં ગોળાફેંક (શોટ પુટ) 7.92 મીટર, ચક્રફેંક (ડિસ્ટ થ્રો) 16.30 મીટર અને હેમરથ્રો 14.80 મીટર એમ ત્રણ જુદી-જુદી રમતોમાં પ્રથમ આવી ત્રણ સુવર્ણ ચંદ્રકો પ્રાપ્ત કરી વડોદરા અને ગુજરાતને ગૌરવ પ્રાપ્ત કરાવ્યું છે. હવે તેઓ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી. તા.21થી 25 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય સ્પર્ધામાં ભાગ લેવા જશે. આ સ્પર્ધાનું આયોજન જૂનાગઢ ખાતે કરવામાં આવ્યું હતું.

Masters Sports

અન્ય સમાચારો પણ છે...