• Gujarati News
  • National
  • બાજવાડાના હુમલાનો આરોપી કોર્ટમાં હાજર

બાજવાડાના હુમલાનો આરોપી કોર્ટમાં હાજર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાજવાડામાં ઉતરાણની વહેલી સવારે એક્ટિવા પર જઇ રહેલા યુવાન પર જૂના ઝઘડામાં બે શખ્સોએ તલવાર અને ગુપ્તીથી હુમલો કરી જીવલેણ ઇજા પહોંચાડી હતી. આ બનાવમાં સંડોવાયેલા મયંક અતુલ ટેલરે અદાલતમાં સરન્ડર કરતાં પોલીસે તેનો કબજો મેળવ્યો હતો.

વારસિયા રોડ પર વ્રજ વૃષ્ટીઅખાડા ખાતે રહેતો સંજય યશવંત મોરે નામનો યુવાન વહેલી સવારે 4-30 વાગે એક્ટિવા પર પોતાના ઘરે જઈ રહ્યો હતો ત્યારે બાજુવાડામાં શ્રેય સાધક હોલ પાસે મયંક અતુલ ટેલર અને રાજેશ રામચંદ્ર ટેલર તથા મયંકના દાદા અને અન્ય એક શખ્સ સહિત ચાર શખ્સો તેને રસ્તામાં મળ્યા હતા અને ભૂતકાળમાં થયેલા ઝઘડાની અદાવતમાં તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ સમયે ઉશ્કેરાયેલા મયંક અને રાજેશે સંજયના માથા પર અને પગ પર તલવારના ઘા માર્યા હતા અને ગુપ્તી વડે પણ હુમલો કર્યો હતો જેના કારણે સંજયને ગંભીર ઈજા પહોંચી હતી. મયંક અતુલ ટેલરે મંગ‌ળવારે કોર્ટમાં સરન્ડર અરજી કરી હતી, જેના પગલે પોલીસે તેનો કબજો મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...