• Gujarati News
  • National
  • દુકાનો ફાળવ્યા િવના સમય નક્કી કરવા માટે પળોજણ

દુકાનો ફાળવ્યા િવના સમય નક્કી કરવા માટે પળોજણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજવા બાયપાસ પાસે તૈયાર થયેલા શહેરના બીજા રાત્રિબજારની 35 દુકાનોની ફાળવણીના હજુ ઠેકાણા નથી પરંતુ સત્તાધીશોએ સમય નક્કી કરવા માટે પોલીસ તંત્રને જાણ કરવાની પળોજણ કરી છે.

શહેરના કારેલીબાગ વિસ્તારમાં વુડા સર્કલ પાસેના રાત્રિબજારની દુકાનોનું માપ 16 ચો.મીનું છે અને તેનુ વાર્ષિક ભાડુ રૂા.3.21 લાખ નક્કી કરવામાં આવેલું છે. જયારે, આજવા રોડ વિસ્તારના નવનિર્મિત રાત્રિબજારમાં 35 દુકાનો તૈયાર છે. સયાજીપુુરા ટીપી સ્કીમ નંબર 2ના એફપી નંબર 57માં રૂા.3.06 કરોડના ખર્ચે બંધાયેલા રાત્રિબજારમાં દુુકાનનું ક્ષેત્રફળ 24 ચો.મીનું છે. આ દુકાનોની કારેલીબાગના રાત્રિબજાર સાથે સરખામણી કરતા ભાડુ રૂા.4.81 લાખનું થાય છે .જોકે, રાત્રિબજાર હાઇવે ટચ હોવાથી તેના લોકેશનને ધ્યાનમાં રાખી વાર્ષિક વાપર ઉપયોગ કિંમત રૂા.6 લાખ મુજબ નક્કી કરવામાં આવ્યું છે.

5664 ચોરસ મીટર જગમાં પથરાયેલ આ રાત્રિ બજારની આસપાસની ખુુલ્લી જમીનનો ભાવ જંત્રી મુજબ રૂા.6800 પ્રતિ ચોમીનો છે અને બાંંધકામ સાથે રૂા.21750 પ્રતિચોમીનો છે તે નોંધનીય છે.

કારેલીબાગ ખાતેના રાત્રિબજારની દુકાનોનો સમય દુકાનદારોએ સાંજે 5 થી સવારના 4 વાગ્યા સુધી નિર્ધારિત કરાવ્યો છે. જોકે, મૂળ સમય રાતના 1 વાગ્યા સુધીનો જ હતો અને તેમાં વધારો કરવા માટે સંબધિત દુકાનદારોએ પહેલ કરી હતી. આ પહેલ મુજબનો સમય આજવા રોડ ખાતેના રાત્રિબજારની 35 દુકાનો માટે પણ રાખવાની ભલામણ સાથે પોલીસ કમિશનરને પાલિકા તરફથી પત્ર લખવામાં આવ્યો છે. અલબત્ત, દુકાનોની ફાળવણી પ્રક્રિયા હજી થઇ નથી અને પોલીસ તંત્ર પણ બંદોબસ્તમાં વ્યસ્ત હોવાથી આજવા રોડના રાત્રિબજારનો સમય હજુ નક્કી થઇ શકયો નથી. પાલિકાએ હજી દુકાનોની ફાળવણી શરૂ કરી નથી અને સમય નિયત કરવાની પળોજણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...