• Gujarati News
  • National
  • પાલિકાના આગામી બજેટમાં વેરાનો બોજો ન નાંખવા પત્ર લખ્યો

પાલિકાના આગામી બજેટમાં વેરાનો બોજો ન નાંખવા પત્ર લખ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | પાલિકાના વર્ષ 2018-19ના બજેટમાં નાગરિકો પર વેરાનો બોજો ન નાંખીને ઓક્ટ્રોય પેટેની ગ્રાન્ટમાં વધારો કરવા સરકારમાં રજૂઆત કરવા તેમજ આવકના અન્ય વિકલ્પો ઉભા કરવા માટે કોંગી કાઉન્સિલર ચિરાગ ઝવેરીએ મ્યુ.કમિશનરને પત્ર લખ્યો છે.ઝવેરીએ ક્હયું ં હતું કે, રોજ લાવી રોજ ખાવાનું જેવી સ્થિતિ પાલિકાની છે અને દિવસ દરમ્યાન જે ભંડોળ આવે છે તે બીજા જ દિવસે ખર્ચાઇ જાય છે. સરકારી ગ્રાન્ટના હિસ્સામાં વધારો કરવાની ,18 ટકાના ગ્રોથરેટ મુજબ ઓક્ટ્રોયના વિકલ્પની ગ્રાન્ટ સરકાર તરફથી ચૂકવાય તો પાલિકાની આર્થિક સ્થિતિ ડામાડોળ ના થાય તેવા સૂચનનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...