• Gujarati News
  • National
  • દીક્ષાંત સમારોહમાં ડાયસથી 45 ફૂટ સુધી VVIPને જ સ્થાન

દીક્ષાંત સમારોહમાં ડાયસથી 45 ફૂટ સુધી VVIPને જ સ્થાન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
22મી જાન્યુઆરી સોમવારના રોજ યોજાનાર એમ.એસ.યુનિવર્સિટીના 66માં દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપસ્થિત રહેનાર છે ત્યારે રાષ્ટ્રપતિના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને દિક્ષાંત સમારોહની વ્યવસ્થાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિનિ બેઠક વ્યવસ્થાથી 45 ફૂટના અંતર સુધીમાં માત્ર વી.વી.આઇપીને જ સ્થાન અપવામાં આવશે.

યુનિ.ના 66માં દિક્ષાંત સમારોહની તૈયારીઓની સમીક્ષા કરવા માટે વીસી, રજીસ્ટ્રાર, યુનિ.એન્જીનીયર તથા સીલેકટેડ સિન્ડિકેટ સભ્યોએ કોન્વોકેશન ગ્રાઉન્ડની મુલાકાત લીધી હતી. સમારોહમાં ડાયસ પર રાષ્ટ્રપતિની સાથે ગર્વનર, મુખ્ય મંત્રી, શિક્ષણમંત્રી, યુનિવર્સિટીના ચાન્સેલર, વાઇસ ચાન્સેલર, રજીસ્ટ્રારને જ સ્થાન આપવામાં આવશે. દર વર્ષે ડાયસ પર અન્ય આમંત્રિતને સ્થાન આપવામાં આવતુ હોય છે. ડાયસની આજુબાજુ તે જ લેવલ પર ડીન, સેનેટ, સિન્ડિકેટ સભ્યો તથા ગોલ્ડમેડાલીસ્ટોને સ્થાન આપવામાં આવતું હોય છે જોકે ચાલુ વર્ષે રાષ્ટ્રપતિના પ્રોટોકોલના પગલે 45 ફૂટના અંતર બાદ અન્ય બેઠક વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત શમીયાણામાં પાણી લઇ જવા દેવામાં આવશે નહિ. પાણી માટે શમીયાણાની બહારની બાજુ પર વ્યવસ્થા કરવામાં આવશે. દિક્ષાંત સમારોહમાં દર વર્ષે સેનેટ સભ્યો સાથે મુખ્ય અતિથિની મુલાકાત કરાવવાની પંરપરા હોય છે જે આ ‌વર્ષે સમયના અભાવે કેન્સલ કરવામાં આવી છે. સયાજીભવન ખાતે રાષ્ટ્રપતિ સહિતના મહાનુભવો માટે ગ્રીનરૂમ બનાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...