• Gujarati News
  • National
  • સિદ્ધનાથ રોડ પર ઘરમાં ઘુસી ટોળાએ તોડફોડ કરી

સિદ્ધનાથ રોડ પર ઘરમાં ઘુસી ટોળાએ તોડફોડ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાસી ઉતરાયણની રાત્રે શહેરના નવાપુરા વિસ્તારમાં સિધ્ધનાથ રોડ પર પતંગ ચગાવવા બાબતે પથ્થર માર્યા બાદ બે જુથ વચ્ચે બોલાચાલી થતાં મામલો બિચકયો હતો. પાંચ શખ્સોએ આ મામલે યુવાનને માર મારી પાઇપ વડે હુમલો કર્યો હતો. તેમજ ઘરમાં ઘુસી જઇને તોડફોડ કરી હતી.

સિધ્ધનાથ રોડ પર હરિભકતીની વાડી ખાતે વાસી ઉતરાયણની રાત્રે બનેલા બનાવમાં શિવાજી મણિલાલ માછીએ જીગ્નેશ, રાજેશ, પ્રતિક અને રાજુ સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેનો 14 વર્ષનો પુત્ર અગાસી પર પતંગ ચગાવતો હતો ત્યારે કોઇએ તેને પથ્થર મારતાં તેને ઇજા પહોંચી હતી, જેથી બાજુના ધાબા પર રહેલા આ શખ્સોને પુછતાં તેમણે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને માથામાં લોખંડનો પાઇપ ફટકાર્યો હતો. ઝપાઝપીમાં સોનાની ચેઇન અને મંગળસુ્ત્ર પણ પડી ગયું હતું.

બીજી તરફ ત્યાં જ રહેતા પ્રતીક સાળુંકેએ શિવાજી માછી, મનોજ અને તેના ભાઇ સહિત બે મહિલા સામે એફઆઇઆર નોંધાવી હતી કે સાંજના સમયે તેઓ અગાસી પર પરિવાર સાથે જમવા બેઠા હતા, ત્યારે શિવાજીએ પથ્થર મારવા બાબતે પુછતાછ કરી અપશબ્દો બોલ્યો હતો અને ઉશ્કેરાઇ જઇ તે અને તેનો પરિવાર તેમના ઘરમાં ઘુસી જઇ રસોડામાં તોડફોડ કરી સામાન વેરણ છેરણ કરી દીધો હતો અને તેલ ઢોળી દીધુ હતું. શિવાજીએ લોખંડનો પાઇપ પણ માર્યો હતો. પોલીસે રાયોટીંગનો ગુનો નોંધ્યો હતો. લક્ષ્મીપુરા પોલીસમાં નોંધાયેલી એફઆઇઆર મુજબ સમતાના વ્રજભૂમિ સોસાયટીમાં રહેતો નિશ્રય જયંતી ચૌહાણ સાંજના સુમારે પતંગ ચગાવતો હતો, ત્યારે બીજી લાઇનમાં રહેતા ગોટુ અને હર્ષદે તેનો પતંગનો દોરો તોડી નાંખ્યો હતો અને ફેંટ પકડી માથામાં સ્ટીલની ફિરકી ફટકારી હતી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે

લક્ષ્મીનગરમાં પતંગ લેવા જતાં લાફો માર્યો
સરદાર એસ્ટેટ પાછળ લક્ષ્મીનગરમાં અમિત સરોજ નામના યુવાનનો ભત્રીજો ધાબા પર પતંગ લેવા ગયો ત્યારે રાજુ અને તેના પુત્રએ તેને લાફો માર્યો હતો. આ બાબતે તે સમજાવવા જતાં બંનેએ ઉશ્કેરાઇ જઇ લોખંડનો પાઇપ ફટકાર્યો હતો. અમિતે આ મામલે એફઆરઆર નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...