તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માલ્યા સામે CBIએ નવો કેસ નોંધ્યો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ) પાસેથી લીધેલી 1600 કરોડ રૂપિયાની લોનની પુન:ચુકવણીમાં ગેરરિતીઓ આચરવા બદલ ચોમેરથી ઘેરાયેલા લિકર કિંગ વિજય માલ્યા સામે સીબીઆઇએ એક નવો કેસ નોંધ્યો છે. કિંગફિશર એરલાઇન્સને લોન આપનારી 17 બેંકોના કોન્સોર્ટિયમનું નેતૃત્વ કરનાર એસબીઆઇ પાસેથી ફરિયાદ મળ્યા પછી માલ્યા અને અન્યો સામે એક કેસ નોંધવામાં આવ્યો હોવાનું સીબીઆઇના સૂત્રોએ જણાવ્યું છે. માલ્યાએ માહિતી દબાવીને તેમની લોનની પુન:ચુકવણીને નવું સ્વરૂપ આપવાનો પ્રયાસ કર્યો હતો.

તપાસ એજન્સીએ આઇડીબીઆઇ બેંક પાસેથી લીધેલી લોનની ચુકવણી નહીં કરવા બદલ કિંગફિશર એરલાઇન્સ સામે કેસ નોંધ્યો છે.હાલમાં કિંગફિશર એરલાઇન્સ બંધ થઇ ગઇ છે. માલ્યાની માલિકીની એરલાઇન્સે 2010ના પ્રારંભમાં 17 બેંકોના કોન્સોર્ટિયમ પાસેથી 6,900 કરોડ રૂપિયા લીધા છે.

એસબીઆઇએ એરલાઇન્સને 1600 કરોડ રૂપિયાની લોન આપી હોવાનું જાહેર કર્યું હતું. લોનમાંથી બેંકર્સે યુબી ગ્રુપ કંપનીઓના ગીરવે મુકેલા શેર વેચીને આશરે 1,100 કરોડ રૂપિયા પરત મેળવ્યા હતા.

--------

કિંગફિશર પર કઇ બેંકની કેટલી લોન બાકી

બેંકનું નામ લોનની બાકી રકમ

- પંજાબ નેશનલ બેંક 800 કરોડ

- આઇડીબીઆઇ બેંક 800 કરોડ

- બેંક ઓફ ઇન્ડિયા 650 કરોડ

- બેંક ઓફ બરોડા 550 કરોડ

- સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 410 કરોડ

- યુકો બેંક 320 કરોડ

- કોર્પોરેશન બેંક 310 કરોડ

- ઇન્ડિયન ઓવર્સીસ બેંક 140 કરોડ

- ફેડરલ બેંક 90 કરોડ

- પંજાબ અેન્ડ સિંધ બેંક 60 કરોડ

- એક્સિસ બેંક 50 કરોડ

- સ્ટેટ બેંક ઓફ મૈસુર 150 કરોડ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો