તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • વર્લ્ડ સ્પેસ વીકના પ્રૉગ્રામનું લોન્ચિંગ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વર્લ્ડ સ્પેસ વીકના પ્રૉગ્રામનું લોન્ચિંગ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સમગ્રવિશ્વમાં વર્લ્ડ સ્પેસ વીકનું સેલિબ્રેશન ઓક્ટોબર મહિનામાં 4 થી10 તા.સુધી રરાશે. વર્ષે મહારાજા સયાજીરાવ યુનિ. દ્વારા પણ વર્લ્ડ સ્પેસ વીકનું સેલિબ્રેશન કરાશે. સેલિબ્રેશન અંતર્ગત યુનિવર્સિટીની ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીડરશીપ એન્ડ ગવર્નન્સ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. આઇ.એસ.જીના કોલાબરેશનમાં યોજાનાર સેલિબ્રેનનું માટેનું પ્રથમ પોસ્ટર મૂળ શહેરના અને અમેરિકામાં લિગો રિસર્ચ ટીમના સભ્ય તરીકે કામ કરનારા એસ્ટ્રોફિઝિસ્ટ કરણ જાનીના હસ્તે કરાશે. કરણજાની દ્વારા રવિવારે સવારે 11 વાગ્યે ઇન્સ્ટિટ્યૂટ ઓફ લિડરશીપ એન્ડ ગવર્નન્સમાં પોસ્ટર લોન્ચ કરીને સેલિબ્રેશન કરાશે. કાર્યક્રમમાં સ્ટુડન્ટ્સ અને યુનિ.નો સ્ટાફ જોડાશે. યુનાઇટેડ નેશન્સ દ્વારા 4-10 ઓક્ટોબર સુધી વર્લ્ડ સ્પેસ વીકનું સેલિબ્રેશન સમગ્ર વિશ્વમાં કરાય છે. પ્રતિ વર્ષ થીમ બેઝ્ડ એક્ટિવિટી કરાય છે અને તેના દ્વારા સ્પેસના વિવિધ કાર્યક્રમોની માહિતી અપાય છે. યુનિ.માં વિવિધ કોમ્પિટીશન્સ યોજાશે. ઉપરાંત યુનિ. દ્વારા વડોદરા શહેરની વિવિધ સ્કૂલ અને કોલેજીસમાં વર્કશોપ્સ, ઇવેન્ટ્સ, એક્ઝિબિશન યોજાશે જેના માધ્યમથી શહેરના સ્ટુડન્ટ્સમાં સ્પેસ પ્રોગ્રામ્સ અને તેમાં થઇ રહેલ ડેવલપમેન્ટની માહિતી પ્રસરાય. રવિવારે સવારે કરણ જાનીના હસ્તે સમગ્ર કાર્યક્રમ લોન્ચ થશે જેમાં પહેલા પોસ્ટર લોન્ચ કરીને કાર્યક્રમની રૂપરેખા શેર કરવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો