• Gujarati News
  • National
  • કોમર્સ ફેકલ્ટીમાં B.Com.ઓનર્સની 180 બેઠક ભરાઇ

કોમર્સ ફેકલ્ટીમાં B.Com.ઓનર્સની 180 બેઠક ભરાઇ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિ.નીસૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ બી કોમની શરૂ થયેલી પ્રવેશની કામગીરીમાં આજે શિડ્યુઅલ કાસ્ટ કેટેગરીનાં 180 વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયો હતો. પ્રથમ વર્ષ બી.કોમ.ની રેગ્યુલર બેઠકોની સાથે સાથે બી. કોમ. ઓનર્સની 180 બેઠકો ભરાઇ જતાં 69 ટકાએ પ્રવેશ અટક્યો હતો.

કોમર્સ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષ બી કોમની શરૂ થયેલી પ્રવેશની કામગીરીમાં બીજા દિવસે શિડ્યુઅલ કાસ્ટનાં 250 વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવવામાં આવ્યાં હતાં. જે પૈકી 180 જેટલાં વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવ્યો હતો. હજુ આવતીકાલે પણ શિડ્યુઅલ કાસ્ટનાં વિદ્યાર્થીઓને પ્રવેશ માટે બોલાવવામાં આવ્યાં હતાં. રેગ્યુલર પ્રથમ વર્ષ બી કોમની પ્રવેશ કામગીરી સામે બી કોમ ઓનર્સની શરૂ થયેલી કામગીરીમાં 700 વિદ્યાર્થીઓ દ્વારા પ્રવેશ મેળવવા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાયું હતું. વિદ્યાર્થીઓ પૈકી 180 બેઠકો સામે મેરિટના ધોરણે 180ને પ્રવેશ આપી દેવાતાં 69 ટકાએ પ્રવેશ અટક્યો હતો. બી કોમ ઓનર્સ બાદ હવે 18મીથી પી.જી કોર્સ અને એમ કોમના અભ્યાસક્રમ માટે પ્રવેશની કામગીરી હાથ ધરાશે.

સાયન્સમાં પ્રથમ વર્ષની 1300 બેઠકો ભરાઇ

PG અને M.Com.માં પ્રવેશની કામગીરી શરૂ : 700એ અરજી કરી

છેલ્લા ત્રણ દિવસથી એફ.વાય.બી એસસીની શરૂ થયેલી પ્રવેશની કાર્યવાહીમાં આજે વધુ 180થી વિદ્યાર્થીઓને એડમિશન આપવાની સાથે અત્યાર સુધીમાં કુલ 1300 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. 1300 છાત્રોને પ્રવેશ આપતાંની સાથે કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બોટની, ઝૂઓલોજી જેવા ટોપના વિષયમાં પ્રવેશ બંધ થઇ ગયો હતો. માત્ર રિઝર્વ કેટેગરીની અમુક બેઠકો તથા મેથ્સ ગ્રૂપની બેઠકો ખાલી રહી છે.

એકાઉન્ટિંગ, મેનેજેમન્ટ, બેંકિંગ સહિતના વિષયોમાં પ્રવેશ અપાશે

અન્ય સમાચારો પણ છે...