• Gujarati News
  • National
  • વડોદરા| બોરસદપોલીસ સ્ટેશનમાં 2009ના વર્ષમાં મહેશ મથુર પટેલ (રહે, જગન્નાથપુરી

વડોદરા| બોરસદપોલીસ સ્ટેશનમાં 2009ના વર્ષમાં મહેશ મથુર પટેલ (રહે, જગન્નાથપુરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| બોરસદપોલીસ સ્ટેશનમાં 2009ના વર્ષમાં મહેશ મથુર પટેલ (રહે, જગન્નાથપુરી સોસા.સમતા)સામે છેતરપિંડીનો ગુનો નોંધવામાં આવ્યો હતો. મહેશ પટેલ શહેરમાં રહેતો હોવાની ચોકકસ બાતમી મળતાં પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. તેની પૂછપરછ કરાતાં પોલીસને જાણવા મળ્યું હતું કે ૨૦૦૯માં તેણે સુભાનપુરાના પુજેર કોમ્પ્લેક્ષમાં ઇન્સ્યોરન્સને લગતા કામ માટે ઓફિસ લીધી હતી. ઓફીસમાં વિઝાનું કામ કરતી યોગેશ પટેલને તેણે બેસવાની વ્યવસ્થા કરી આપી હતી. યોગેશ પટેલે વિઝા આપવાના નામે લોકો પાસેથી પૈસા ખંખેર્યા હતા જેમાં છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો. પોલીસે મહેશ પટેલની ધરપકડ કરી હતી.

છેતરપિંડીના ગુનામાં આઠ વર્ષથી ફરાર શખ્સ શહેરમાંથી ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...