• Gujarati News
  • National
  • દુબઇથી આવેલા દંપતીના રૂા. 2 લાખની મતા ભરેલા પર્સની ચોરી

દુબઇથી આવેલા દંપતીના રૂા. 2 લાખની મતા ભરેલા પર્સની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇલોરાપાર્ક વિસ્તારમાં મમતા સોસાયટીમાં રહેતાં ફાલ્ગુની સંજય પટેલ દુબઇમાં એકાઉન્ટન્ટ છે અને પતિ સાથે દુબઇ રહે છે. ગત 23 જુલાઇએ બે સપ્તાહ માટે તેઓ વડોદરા આવ્યાં છે. દરમિયાન શુક્રવારે સાંજે તેઓ સયાજીગંજ વિસ્તારની જાણીતી હોટેલમાં જમવા જવા માટે શ્રી ટ્રાવેલ્સના આશિષ જાધવને ફોન કરીને બોલાવ્યો હતો. આશિષ ઇન્ડિગો કાર લઇને આવ્યા બાદ દંપતી ગાડીમાં બેસીને હોટેલમાં જમવા ગયું હતું. જમીને પરત ફરતી વખતે ફાલ્ગુની બેનને પાન ખાવું હોવાથી તેઓ અલકાપુરીના વિન્ડસર પ્લાઝા પાસે આવ્યાં હતાં. ફાલ્ગુનીબેન કારમાંથી ઉતરીને પાન પાર્લર પર ગયાં હતાં અને તેમના પતિ અને ડ્રા‌ઇવર કારમાં બેઠા હતા. થોડી વાર બાદ તેમના પતિ પાન પાર્લર પાસે આવ્યા હતા અને જણાવ્યું હતું કે કોઇ ભાઇ આવ્યા હતા અને બેન પાર્લર પર બોલાવે છે તેમ જણાવ્યું હોવાથી તેઓ પાર્લર પર આવ્યાં હતાં.તુરત દંપતી તેમની કાર પાસે આવ્યું હતું. જ્યાં કોઇ છોકરી ઉભી હતી અને પૈસા માંગતી હતી., જેથી ફાલ્ગુનીબેને તેને પૈસા આપવા કારમાં રહેલ પર્સ લેવાનો પ્રયાસ કર્યો હતો પણ તેમને કારમાંથી પર્સ મળ્યું હતું.

પર્સના મામલે તેમણે ડ્રાઇવર આશિષને પૂછતાં તેણે જણાવ્યું કે એક ભાઇ મારી પાસે આવ્યા હતા અને જણાવ્યું કે પૈસા નીચે પડ્યા છે, જેથી તે કારમાંથી નીચે ઉતરીને જોતાં નીચે 10-10ની નોટ પડેલી હતી. ડ્રાઇવરે નોટ એકત્ર કરીને કારના ડસ્ટબોર્ડ પર મૂકી હતી. જો કે તે દરમિયાન તસ્કર પર્સ લઇને ફરાર થઇ ગયો હોવાની શંકા વ્યકત કરાઇ છે.

પર્સમાં રોકડા 50,000 તથા આઇફોન મોબાઇલ, તેનું ચાર્જર અને પાવર બેન્ક ઉપરાંત ચાંદીનાં 4 જેન્ટ્સ બટન અને સોનાની ચેઇન તથા હિરાનું ઓમ લેડીઝ પેન્ડલ મળીને 1 લાખના દાગીના સહિત 2,04,000 રૂપિયાની મતા હોવાનું તેમણે પોલીસને જણાવ્યું હતું.

શનિવારે સાંજે હળવો વરસાદ થયા બાદ લાલબાગ વિશ્વામિત્રી બ્રિજ ઉપરથી લાલબાગ તરફના માર્ગ પર પાણી ભરાયેલાં રહ્યાં હતાં. શહેરમાં હળવો વરસાદ થવા છતાં અનેક સ્થળોએ ભરાતા પાણી નિકાલની સિસ્ટમમાં ખામી હોવા તરફ અંગુલિ નિર્દેશ કરી રહી છે.

કાર ચાલકને 10-10ની નોટ નીચે પડેલી બતાવ્યા બાદ ગઠિયાની કળા

અલકાપુરી િવન્ડસર પ્લાઝા પાસે પાન ખાવા ગયાં અને ચોરી

લાલબાગ તરફના રોડ પર વરસાદી પાણીનું તળાવ રચાયું

અન્ય સમાચારો પણ છે...