• Gujarati News
  • National
  • GSTને કારણે PoPની શ્રીજીની પ્રતિમાની િકંમતમાં વધારો થશે

GSTને કારણે PoPની શ્રીજીની પ્રતિમાની િકંમતમાં વધારો થશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીબી સ્ટાર િરપોર્ટર | વડોદરા

પ્લાસ્ટરઓફ પેરિસ ઉપર જીએસટી લાગતા શહેરના ગણેશ પ્રતિમા બનાવતા મૂર્તિકારો મુશ્કેલીમાં મુકાયા છે. જીએસટીને કારણે પીઓપીની ગણેશ પ્રતિમાની કિંમતમાં પંદરથી વીસ ટકા જેટલો જંગી વધારો થયો છે. જ્યારે માટીની ગણેશ પ્રતિમા ઉપર જીએસટી નહીં હોવાથી તેની કિંમત યથાવત રહેશે.શહેરના મૂર્તિકાર અશોક અજમેરી કહે છે કે, સેકન્ડ ક્વોલિટીની પીઓપીની 18 કિલોગ્રામની બેગ પહેલા 55 રૂપિયે મળતી હતી. હાલમાં જીએસટીના બહાને પ્રતિ બેગના 65 રૂપિયા વસુલવામાં આવી રહ્યા છે. તેવી રીતે પ્રતિમાના ફિનીશીંગ માટે ઉપયોગમાં આવતા ફર્સ્ટ ક્વોલિટીના પ્લાસ્ટર ઓફ પેરિસની 18 કિલોગ્રામની બેગની કિંમત પહેલા 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. હાલમાં તેની કિંમત વધીને 95 રૂપિયા થઈ ચુકી છે. તેવી રીતે લોખંડની ફ્રેમ અને લાકડાના પાટિયાની કિંમતોમાં પણ પંદરથી વીસ ટકા જેટલો જંગી વધારો થયો છે. જેને કારણે જીએસટી લાગુ થતા પહેલા ગણેશ પ્રતિમાની કિંમત નક્કી કરીને બેઠેલા મૂર્તિકારોને ભારે નુકસાન થવાની શક્યતા છે. હાલમાં GSTની ટકાવારી વિષે વેપારીઓમાં અસમંજસની સ્થિતી છે. જીએસટીનો દર કેટલો વસુલવો તે વિષે પણ મૂર્તિકારો મુંઝવણમાં છે. હજીસુધી મૂર્તિકારોએ ગણેશ મંડળો પાસેથી માત્ર બુકિંગ એમાઉન્ટ મેળવી છે.બીજી તરફ માટીની મૂર્તિના ભાવમાં GSTની અસર નથી.

અેડવાન્સમાં બુક થયેલી પ્રતિમાઅોમાં મૂર્તિકારોને ખોટ જશે

માટીની મૂર્તિઅોની િકંમતમાં GSTની અસર નહીં

અન્ય સમાચારો પણ છે...