• Gujarati News
  • National
  • દિવ્યાંગોના જુડો, સીટીંગ વોલીબોલ, ક્રિકેટ, પેરા પાવરલિફ્ટીંગ યોજાશે

દિવ્યાંગોના જુડો, સીટીંગ વોલીબોલ, ક્રિકેટ, પેરા પાવરલિફ્ટીંગ યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પેરા પાવરલિફ્ટીંગ | વર્ષેપેરા પાવરલિફ્ટીંગ અંતગર્ત નેશનલ લેવલના પી.એચ. પ્લેયર્સ ભાગ લેશે. જેમાં અમદાવાદ, આણંદ, સુરત અને મહેસાણાથી સ્પર્ધકો આવશે.

સીટીંગ વોલીબોલ | 5ઓગસ્ટે સવારે 11 વાગ્યે સીટીંગ વોલીબોલ નું આયોજન થયું છે. જેમાં ઇન્ટરનેશનલ ખેલાડી પખું સિંધ, દત્તર સિંધ તેમજ 16 નેશનલ ખેલાડી ઉપસ્થિત રહેશે.

બ્લાઇન્ડ ક્રિકેટ | ભારતીયબ્લાઇન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન અજય રેડ્ડી અને બેટ્સમેન સોનુ ગોલકર ઉપસ્થિત રહેશે. બ્લાઇન્ડ ક્રિકેટ મેચ ની શરૂઆત 4 ઓગસ્ટે કરવામાં આવશે.

બ્લાઇન્ડ જુડો | 6ઓગસ્ટના રોજ કલાભાવન ખાતે બલાઇન્ડ જુડો નું અયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેપાળના ઇન્ટરનેશનલ ખેલાડી આદિત્યા સેરપા, મનોજ ભટ્ટ અને પ્રકેશ પાંડે ભાગ લેશે.

સિટી રિપોર્ટર | વડોદરા

છેલ્લા11 વર્ષથી એમ. એસ. યુનિવર્સિટીની ટેક્નોલોજી ફેકલ્ટીના વિવિધ વર્ષ અને વિભાગોના સ્ટુડન્ટ્સ દ્વારા પ્રેરણા નામની ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં દર વર્ષે ડી સ્પોર્ટ્સ ઇવેન્ટ નું પણ આયોજન કરવામાં આવે છે. સ્પોર્ટ્સ ઇવેન્ટ દ્વારા ડિફરન્ટલી એબલ્ડ લોકોને મંચ પૂરું પાડવામાં આવે છે. વર્ષે પ્રેરણામાં દિવ્યાંગો માટે બલાઇન્ડ જુડો, સીટીંગ વોલીબોલ અને બ્લાઇન્ડ ક્રિકેટ, પેરા પાવરલિફ્ટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. જે ગુજરાતમાં સૌ પ્રથમ વખત યોજાશે. અત્રે ઉલ્લેખનિય છે કે પ્રતિવર્ષ પ્રેરણા ઇવેન્ટમાં સિટી અને ગુજરાતમાં થઇ હોય તેવી વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ યોજવામાં આ‌વે છે. જેને કારણે પ્રેરણા ઇવેન્ટ વિશ્વપ્રસિધ્ધ બની છે.

MSU Prerna

અન્ય સમાચારો પણ છે...