તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • નરસિંહ મહેતાનાં કાવ્યોમાં રહેલી નિડરતાનું રસદર્શન થયું

નરસિંહ મહેતાનાં કાવ્યોમાં રહેલી નિડરતાનું રસદર્શન થયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા | કવિ,ભક્ત અને સંસારમાં રહીને પણ સંતતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડનારા ભારતીય સંસ્કૃતિના આદિ કવી નરસિંહ મહેતાના કાવ્યોના વિવિધ પાસાનું વર્ણન તેમના કાવ્યોને ટાંકીને આજે યોજાયેલા કાર્યક્રમમાં કરવામાં આવ્યુ હતું. શહેરની તવાસ્મિ, સૂર સપ્તક તથા શબ્દ સેતુના સંયુક્ત ઉપક્રમે નરસિંહ મહેતાના કાવ્યોનું રસદર્શન શહેરના કવિ કવિ ડૉ.વિરંચી ત્રિવેદીએ માંડવીના કલ્યાણ પ્રાસાદ ખાતે સાંજે 5.30 વાગ્યે કરાવ્યું હતું.

શ્રધ્ધાવાન

મારી હુંડી સ્વિકારો મહારાજ રે | કુંવરબાઇનામામેરા પ્રસંગે હરિ પર શ્રધ્ધા રાખીને મામેરું પુરુ કર્યું. ઠેકડી ઉડાવનાર નાગરી નાતનું અભિમાન ઉતાર્યું. ભક્તની પડખે ભગવાનની ખાતરી આપી.

નિડર

નારાયણનું નામ લેતાં, વારે તેને તજીએ રે | નરસિંહમહેતા જીવનકાર્ય માત્ર હરિસ્મરણ છે જણાવી વિઘ્નો વચ્ચે પણ અણનમ રહી સુખ-દુ:ખની તમામ પળોમાં નિડર રહ્યા હતા.

આત્મજ્ઞાની

અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ | પદમાંનરસિંહ મહેતાએ ભક્ત હોવા છતાં આત્મજ્ઞાનથી ઇશ્વરના નિરાકાર રૂપનું વર્ણન કર્યું છે. નિરાકારનું દર્શન હોવા છતાં કવિ ભક્તિનો મહિમા ગાય છે.

પ્રકૃતિ પ્રેમી

જાગ ને જાદવા | ગુજરાતીસાહિત્યના આદિકવિ મનાતા નરસિંહ મહેતાએ જાગને જાદવા પ્રભાતિયાનું સર્જન પ્રકૃતિ વર્ણવતાં કર્યું છે. ગોકુળની ગ્રામ સંસ્કૃતિને નરસૈંયાએ પ્રભાતિયામાં વર્ણવી છે.

Poetry Talk

અન્ય સમાચારો પણ છે...