તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • બેઠાડુ જીવનને કારણે 78 ટકા એડલ્ટ્સ ઓબેઝ્ડ થઇ રહ્યા છે

બેઠાડુ જીવનને કારણે 78 ટકા એડલ્ટ્સ ઓબેઝ્ડ થઇ રહ્યા છે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

લોકો ફૂડ પર લખેલા ન્યુટ્રીએન્ટ્સ વાંચ્યા વિના તેના ટેસ્ટને કારણે ખરીદે છે.

લોકો ઓવર વેઇટ હતા અને 40 ટકા લોકોમાં સ્થુળતા જોવા મળેલ છે.

બે વર્કિંગ ડે અને એક વિક એન્ડના ડાયેટનો સર્વે કરતા જાણવા મળ્યું હતું કે, વિકએન્ડઝમાં દરેક લોકો 200 જેટલી વધુ કેલરી લેતા જોવા મળેલ છે.

નોર્મલ વેઇટ કરતા ઓવર વેઇટ ધરાવતા લોકો અઠવાડિયામાં બે-ત્રણ વખત બહાર જમે છે. જેને કારણે તેમનામાં સપ્રમાણની જગ્યાએ વધુ પ્રમાણમાં કેલરી વધે છે.

રિસર્ચમાં ચેક કરેલા વ્યક્તિગત એક દિવસના ફૂડ ઇન્ટેકટમાં ઓઇલનું પ્રમાણ 56 ગ્રામ, ઘીનું 15 ગ્રામ, મીઠાનું 12 ગ્રામ અને સુગરનું પ્રમાણ 32 ગ્રામ જણાયું હતું.

પૂર્વજોના ખોરાક અને વર્તમાનના જનરેશનના ખોરાકમાં અને લાઇફસ્ટાઇલમાં ધણો ફેરફાર જોવા મળી રહ્યો છે. તેની જાણકારી મેળવવાના તેમજ બાળકોમાં અગાઉ પ્રકારના રિસર્ચ થયા છે. પરંતુ એડલ્ટ્સ માટે હજી સુધી આવું રિસર્સ થયું નથી. તેથી રિસર્ચ કરવાની જરૂર ઉભી થઇ હતી. રિસર્ચના તારણો પરથી એમ કહી શકાય કે, એચ.એફ.એસ.એસ. ફૂડ માટે કન્ઝ્યુમર અવેરનેસ લાવવી ખુબ અને ત્વરિત જરૂરી છે. ડૉ.સ્વાતી ધ્રુવ, રિસર્ચગાઇડ

સિટી રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુ.નીફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કમ્યુનિટી સાયન્સીસના ડિપાર્ટમેન્ટ ઓફ ફુડ્ઝ એન્ડ ન્યુટ્રીશનમાં માંસ્ટર્સ કરનાર રિસર્ચર ઉર્વિ ગોહિલે એડલ્ટ પોપ્યુલેશન ખોરાકમાં વધુ પ્રમાણમાં ફેટ, સોલ્ટ, સુગરનો ઉપયોગ કરવાથી થતી બિમારીઓ પર રિસર્ચ કર્યું હતું. જેમાં એડલ્ટ્સની બદલાતી લાઇફ સ્ટાઇલને કારણે તેમની ઓબેસિટી, ડાયાબિટીશ, હાયપરટેન્ટશન, હાર્ટએટેક જેવી બિમારીઓ વધી રહી હોવાનું જણાયું હતું. જેથી તેમની લાઇફ સ્ટાઇલ પર રિસર્ચ કરીને તે અંગેની જાણકારી મેળવવાનો પ્રયાસ તેણીએ કર્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, 100 ટકા લોકોમાં HFSS (હાઇ ફૂડ સોલ્ટ સુગર)નું પ્રમાણ હતું. પરંતુ 78 ટકા એડલ્ટ્સ બેઠાળું જીવન જીવી રહ્યાં હતાં. જને કારણે તેમની ઓબેસિટીમાં વધારો થઇ રહ્યો છે.

ફ્રિકવનસીની ચકાસણી કરતા વેફર્સ, પફ, સમોસા, આઇસક્રિમ, પાપડ, સોફ્ટ ડ્રીન્ક અને બનનું પ્રમાણ વધુ જોવા મળેલ છે.

રિસર્ચ અંતર્ગત 25 વર્ષ થી 35 વર્ષની ઉંમર ધરાવતા એડલ્ટ્સમાં ઓવરવેઇટ મપાયુ હતું. ઉંમરમાં સૌથી વધુ ઓવર વેઇટ જોવા મળ્યું હતું.

Health Research
અન્ય સમાચારો પણ છે...