તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • વડોદરા |વડોદરામાં શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ વર્ષોથી ભોગવટો

વડોદરા |વડોદરામાં શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ વર્ષોથી ભોગવટો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા |વડોદરામાં શહેરી જમીન ટોચ મર્યાદા કાયદા હેઠળ વર્ષોથી ભોગવટો ધરાવતા ગરીબ-મધ્યમ વર્ગના પરિવારોને સનદોનું વિતરણ કરવાનો કાર્યક્રમ ગુરુવારે ગાંધી નગરગૃહ ખાતે યોજાયો હતો. કાર્યક્રમમાં મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 854 લાભાર્થીઓને સનદોનું વિતરણ કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં શહેરી જમીન ટોચ મર્યાદા અંતર્ગત ૩૩૬૩ અરજદારોને અરજીઓનું વિતરણ કરવામાં આવ્યું છે જે પૈકી 2724 અરજદારોએ અરજીઓ કરી હતી. અત્યાર સુધી 2500 ઉપરાંત લાભાર્થીઓને જમીનનો ભોગવટો કાયદેસર કરતી સનદોનું વિતરણ કરવામાં આવ્યું છે. જિલ્લામાં 11.98 લાખ ફેરફાર હક્કપત્રકની નોંધો સ્કેન કરી અપલોડ કરવા સાથે ફાઇલ મોનિટરિંગ સિસ્ટમ અને વાડાની જમીનનો કબજો પણ લાભાર્થીઓને અપાઈ રહ્યો છે

શહેરી જમીન ટોચ મર્યાદા હેઠળ ૮૫૪ને સનદોનું વિતરણ કરાયું

અન્ય સમાચારો પણ છે...