તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સુશેન રોડ પરનો ભૂવાે બબ્બેવાર પૂરવો પડ્યો

સુશેન રોડ પરનો ભૂવાે બબ્બેવાર પૂરવો પડ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મકરપુરા સુશેન રોડ પર 11 દિવસ પહેલા પડેલા વરસાદના કારણે રોડ પર ભૂવો પડયો હતો. 35 ફૂટ ઉંડા ભૂવાવાળા રસ્તા પર ભૂવાની મરામત કરવાની જવાબદારી નક્કી કરવામાં જે તે સમયે પૂરા 36 કલાક વીતી ગયા હતા. 50 હજાર નાગરિકોની અવરજરવાળા માર્ગ પર પડેલા ભૂવાના કારણે પાંચ પાંચ દિવસ સુધી રસ્તો બંધ રહ્યો હતો અને તેનું પુનરાવર્તન બુધવારે મોડી રાતે થયું હતું. ભૂવાવાળા ભાગમાં કાચુ પુરાણ હોવાથી ટેમ્પો ફસાઇ ગયો હતો અને તેને માંડ માંડ તેમાંથી બહાર લાવવામાં આવ્યો હતો. ભૂવા પર ફરી ભૂવો પડતાં તાત્કાલિક ધોરણે રસ્તો બંધ કરી ફરી માટીપુરાણ કરાયું હતું.

રસ્તો બંધ કરી તાબડતોબ કામગીરી કરાઇ

પહેલીવારનું પુરાણ વરસાદમાં બેસી ગયું

અન્ય સમાચારો પણ છે...