તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સયાજી હોસ્પિ.માં ટેલીફોન ખોટકાતાં પોલીસને હાલાકી

સયાજી હોસ્પિ.માં ટેલીફોન ખોટકાતાં પોલીસને હાલાકી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસએનએલના ફોન ખોટકાતાં પોલીસને વહીવટી કામગીરીમાં મુશ્કેલી પડી રહી છે

સયાજીહોસ્પિટલમાં આજે સવારે બીએસએનએલના ફોન ખોટકાતાં વહીવટી કામગીરીમાં મુશ્કેલી પડી હતી. તેમજ પોલીસને ઇપીઆર કેસમાં પોલીસ મથકે જાણ કરવામાં તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

આજે બીએસએનએલના ફોન બંધ થતા સયાજી હોસ્પિટલના તાત્કાલિક સારવાર ખાતે આવેલા પોલીસ ચોકીમાં આવતા પોલીસ કેસની નોંધ કરાવવાની તકલીફ પડી હતી. આજે સવારે બીએસએનએલના તમામ ફોન બંધ તયા હોવાનું પોલીસ દ્વારા જાણવા મળ્યું હતું. તેમણે અન્ય પોલીસ મથકામાં ફોન કરતાં રાવપુરા પોલીસ મથકનો ફોન પણ બંધ હતો. જેથી મોબાઇલ દ્વારા વર્ધી લખાવવી પડી હતી. જોકે સાંજે પરિસ્થિતિ રાબેતા મુજબ થયાનું પોલીસ દ્વારા જણાવાયું હતું. અંગે તપાસ કરતાં સમગ્ર રાવપુરા વિસ્તારમાં બીએસએનએલના ટેલીફોન કોઈ ટેકનીકલ ખામીના કારણે સવારથી બંધ થઈ ગયા હતા. જેના કારણે વેપારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...