તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શહેરના તાંદલજા વિસ્તારમાં 6 મકાનોમાંથી રૂા.5 લાખની ચોરી

શહેરના તાંદલજા વિસ્તારમાં 6 મકાનોમાંથી રૂા.5 લાખની ચોરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તાંદલજા વિસ્તારમાં મધુરમ સોસાયટી પાછળ આવેલા રમઝાન ફ્લેટમાં રહેતા રિકશા ચાલક મોહમદ અરસદ મોહમદ અખ્તર શેખ રમઝાન ફ્લેટમાં બે ફ્લેટ ધરાવે છે. રવિવારે રાત્રે એક વાગ્યાના અરસામાં તેઓ રિકશા લઇને ઘેર આવ્યા હતા. તેઓ તેમના એક મકાનમાં પરિવાર સાથે સૂતા હતા, ત્યારે રાત્રી દરમિયાન તસ્કરોએ પાસેના બીજા મકાનના દરવાજાનો નકૂચો તોડીને મકાનમાં પ્રવેશ કર્યો હતો અને બેડરૂમમાં મૂકેલી તિજોરીમાંથી સોનાના સેટ, સોનાની ચેઇન અને સોનાની વીંટી તથા રોકડા 70,000 મળીને 3,20,000ની મતાની ચોરી કરી હતી.તસ્કરોએ અરસદ શેખની સામે આવેલ ફ્લેટનું પણ તાળુ તોડ્યું હતું પણ મકાન ખાલી હોવાથી તેમને કંઇ મળ્યું હતું. ઉપરાંત રમઝાન ફ્લેટમાં ચોથા માળે જઇને આરિફ રજાક શેખના બે ફ્લેટનાં તાળાં તોડ્યાં હતાં. જો કે મકાન માલિક ગત રાત્રે અજમેર ગયા હોવાથી કેટલી મતાની ચોરી થઇ છે, તે જાણી શકાયું નથી.

ઉપરાંત રમઝાન ફ્લેટની પાછળ આવેલ નૂરજહાં પાર્કમાં રહેતા મુસ્તાકમિયાં અહેમદમિયાં શેખના મકાનમાંથી પણ તસ્કરોએ ચોરી કરી હતી. તેમના ઘરના દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં આવેલા તસ્કરોએ સોનાચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ મળી 30,000ની મતાની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.

શનિવારે રાત્રે પણ તસ્કરોએ તાંદલજાના ચાંદપાર્ક એપાર્ટમેન્ટમાં રહેતા વેપારી મુબારકઅલી માસુમઅલી મકરાણીના મકાનમાંથી દાગીના અને રોકડ રકમ મળીને 1,34,000ની મતાની ચોરી કરી હતી. તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનો નકૂચો તોડીને ઘરમાં પ્રવેશ્યા બાદ તિજોરીમાં રહેલી મતાની ચોરી કરી હતી.

બે દિવસના ગાળામાં તસ્કરોએ 6 મકાનને નિશાન બનાવીને 5 લાખ ઉપરાંતની મતાની ચોરી કરતાં પોલીસ ચોંકી ઊઠી હતી અને સ્થળ પર ધસી જઇ તપાસ શરૂ કરી હતી.

શહેર તસ્કરોના પંજામાં, ઠેર ઠેર ચોરીઓના બનાવોથી લોકોમાં ભય

રમઝાન ફ્લેટનાં ચાર મકાનો તથા નૂરજહાં-ચાંદપાર્કમાં ચોરી

અન્ય સમાચારો પણ છે...