તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એક તરફી પ્રેમમાં પાગલનો મહિલા પર તલવારથી હુમલો

એક તરફી પ્રેમમાં પાગલનો મહિલા પર તલવારથી હુમલો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બનાવની મળેલી માહિતી મુજબ રામપુરા વુડાના મકાનમાં રહેતી મહિલા તેના પતિથી અલગ રહે છે અને બે માસથી તે વુડાના મકાનમાં રહેવા આવી હતી. દરમિયાન રીઢો ગુનેગાર ગની ઉર્ફે રાઇડર ઉર્ફે અરમાન નિઝામ શેખ (રહે, અકોટા ગામ, સરકારી સ્કૂલ સામે) મહિલાના એકતરફી પ્રેમમાં પડ્યો હતો. જો કે મહિલા ગની ઉર્ફે રાઇડરના વશમાં થઇ હતી. 2 માસથી મહિલા તાબે ના થતાં આખરે ગની ઉશ્કેરાયો હતો અને પોતાના સાગરીતો સલમાન (રહે, અકોટા) અને લાલો નિઝામ શેખ અને હમીદ નિઝામ શેખને લઇને ફોર વ્હીલર ગાડીમાં રવિવારે રાત્રે 8-30 વાગ્યાના અરસામાં રામપુરા વુડાના મકાનમાં ધસી આવ્યો હતો. ગનીએ મહિલા પર તલવાર વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, જ્યારે સલમાને મહિલાના વાળ પકડીને ખેંચી લાવી ગડદાપાટુનો માર માર્યો હતો.ગનીના ભાઇઓ હમીદ અને લાલાએ પણ મહિલા અને તેની બહેનને માર મારીને ઇજા પહોંચાડી હતી અને ફરાર થઇ ગયા હતા. અસામાજિક તત્ત્વોએ રાતે ભારે આતંક મચાવતાં લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. મહિલાએ મામલે ગની સહિત ચાર શખ્સો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતી અને હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે બનાવમાં સંડોવાયેલા ગનીના ભાઇ હમીદને ઝડપી પાડ્યો હતો.

કુખ્યાત ગની ઉર્ફે રાઇડરે મહિલા સહિત બનેે માર મારતાં ફરિયાદ

રામપુરા વુડાના મકાનમાં અસામાજિક તત્ત્વોનો આતંક

અન્ય સમાચારો પણ છે...