તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે પણ હળવા વરસાદની આગાહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દક્ષિણપાકિસ્તાન તેમજ દક્ષિણ રાજસ્થાનમાં અપર એર સર્ક્યુલેશન સર્જાયું છે. જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વડોદરા સહિત વિવિધ વિસ્તારોમાં આવતીકાલે મંગળવારે હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગે કરી છે. સોમવારે શહેરમાં સમયાંતરે વાદળિયો માહોલ રહ્યો હતો.વાદળિયા માહોલ વચ્ચે બપોરના સમયે શહેરના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસતાં ઠંડક છવાઇ હતી. વાદળિયા માહોલ વચ્ચે ભેજનું પ્રમાણ સવારે 74 ટકા અને સાંજે 58 ટકા રહેતાં શહેરીજનો ઉકળાટથી પરેશાન થયા હતા.શહેરમાં સોમવારે ગરમીનો પારો 35.1 ડિગ્રી નોંધાયો હતો. જ્યારે લઘુતમ તાપમાન 27.5 ડિગ્રી રહ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...