તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • એક વખત બોરમાંથી કાઢેલું પાણી ટ્રેક ધોવા અને અન્ય વિવિધ વપરાશ માટે શુદ્ધ થઇ શકશે

એક વખત બોરમાંથી કાઢેલું પાણી ટ્રેક ધોવા અને અન્ય વિવિધ વપરાશ માટે શુદ્ધ થઇ શકશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરારેલવે સ્ટેશન ખાતે રોજ વપરાતા અંદાજે 36 લાખ લિટર પાણી પૈકી 1 લાખ લિટર પાણી શુદ્ધ કરવાનો પ્રોજેક્ટ ડીઆરએમ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. શહેરની ખાનગી કંપની દ્વારા રજૂ થયેલો પ્રોજેક્ટ અંદાજે રૂ. 1 કરોડના ખર્ચે તૈયાર થશે. જે ખર્ચ સીએસઆર દ્વારા કરવામાં આવશે. રેલવેમાં પ્રાયોગિક ધોરણે પ્રોજેકટ કરવા વિચારી રહ્યું છે. દેશમાં પાણીની સમસ્યા સર્જાઇ રહી છેત્યારે પ્રોજેક્ટથી પાણીની બચત થશે.આ પાણી પીવા સિવાય વપરાશમાં લઇ શકાશે.

પશ્ચિમ રેલવેમાં ટ્રેક ધોવા તેમજ ટોઇલેટ બાથરૂમમાં અને ટ્રેનના કોચમાં ભરવા માટે પાણીને શુદ્ધ કરી ફરી વપરાશમાં લેવાના અભિગમ સાથે વડોદરા રેલવે દ્વારા પશ્ચિમ રેલવેમાં પ્રથમ પ્રયાસ કર્યો છે. પ્રોજેક્ટને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ એન્ડ રિસાઇકલ કહેવામાં આવે છે. કંપની સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા ફંડ ઉભું કરવામાં આવનાર હોવાથી રેલવેને પ્રોજેક્ટનું ભારણ નહીં આવે.

રેલવે સ્ટેશન પર વહી જતું પાણી એક ટેન્કમાં એકત્ર કરવામાં આવશે. તેમાં ખાસ પ્રકારના બેકટેરિયા અને કેમિકલ નાંખવામાં આવશે. જેથી પાણીમાંથી સ્લજ છૂટો પડશે. સ્લજ સ્ટીમમાં રૂપાંતરિત કરી કેન્ટીનમાં જમવાનું બનાવવા ઉપયોગમાં લઇ શકાશે. તેમજ એક વખત બોરમાંથી કાઢેલું પાણી ટ્રેક ધોવા અને અન્ય વપરાસ માટે પાંચ વખત શુદ્ધ થઇ શકશે. પ્રોજેક્ટ માટે રેલવે બોર્ડની મંજૂરી જરૂરી છે.

ટ્રેન ચાલુ થતાં કોચમાં ભરાતું પાણી બંધ થઇ શકે

રેલવેસ્ટેશન ખાતે આવતી ટ્રેનના કોચમાં રેલવે દ્વારા પાણી ભરવામાં આવે છે. ટ્રેન ચાલુ થતાં પાણીની પાઇપ કોચમાંથી નીકળી જતાં પાણી વેડફાય છે. પાણી વેડફાતું અટકાવવા જયપુર સ્ટેશને સેન્સર મૂકવામાં આવ્યા છે. ટ્રેન ચાલુ થાય એટલે પાણી આપોઆપ બંધ થઇ જાય છે. વડોદરા સ્ટેશન સેન્સર મૂકવા વિચારણા છે.

ખાનગીકંપની દ્વારા સરવે હાથ ધરાયો છે

^વડોદરા રેલવે સ્ટેશન ખાતે અશુદ્ધ પાણી રિસાઇકલ કરવા ખાનગી કંપની દ્વારા સરવે થયો છે. આગળ શું કરવું તે હેડ ક્વાર્ટર નિર્ણય કરશે. ડીઆરએમ દ્વારા પ્રોજેક્ટમાં એન્ટ્રેસ લેવામાં આવ્યો છે. > એસ.કે.તિવારી,સ્ટેશનમેનેજર

રેલવે સ્ટેશને વપરાતા પાણીને રિસાઇકલ કરાશે

અન્ય સમાચારો પણ છે...