તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધનિયાવી પાસેથી મૃત મગર મળ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વડોદરા| શહેરમાંઆજે સવારે 9.30 કલાકે તરસાલી બાયબાસ રોડ પાસે આવેલ ધનિયાવી ગામ પાસેના પહેલા બ્રિજ નીચે 10 ફૂટનો એક મૃત મગર રાહદારીઓને નજરે પડતાં તેઓએ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યૂ ટ્રસ્ટના અરવિંંદ પવારને ફોન કર્યો હતો. તેમની ટીમ સ્થળ પર પહોંચતાં જાણવા મળ્યું હતું કે, મગરના માથાના ભાગમાં કોઇ ધારદાર વસ્તુથી વાર કરતાં તેનું મૃત્યુ થયું હોઇ શકે છે. વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે વન વિભાગને જાણ કરતાં તેઓ 11.30 કલાકે સ્થળ પર આવી મગરને લઇ ગયા હતા. જે બાદ બપોરના અરસામાં વેટરનરી હોસ્પિટલ પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...