તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શાળાઓએ રજૂ કરેલી માહિતી ધ્યાનથી ચકાસવાની રજૂઆત

શાળાઓએ રજૂ કરેલી માહિતી ધ્યાનથી ચકાસવાની રજૂઆત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સમય મર્યાદામાં 35 દિવસ બાકી

સમિતિની 32 બેઠકો છતાં એક પણ સ્કૂલની ફી નક્કી થઇ

રાજ્ય સરકાર દ્વારા ખાનગી સ્કૂલોની ફી નિયમનનો કાયદો ઘડી કાઢીને વાલીઓને રાહત થાય તે માટેના પ્રયાસ કર્યો છે. સરકારે ફી નિયમનના કાયદાના અમલ માટે ફી નિર્ધારણ સમિતિની રચના પણ કરી છે જેના દ્વારા ફી વધારો માંગતી શાળાઓની ફી અંગેનો નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે. ફી નિર્ધારણ સમિતિ દ્વારા શાળાઓની સુનાવણી હાથ ધરીને ફી નક્કી કરવામાં આવનાર છે. સરકારે ફી નિર્ધારણ સમિતિ માટે 90 દિવસનો સમય ગાળો આપ્યો છે તેવા સમયે વડોદરા ઝોનની ફી નિર્ધારણ સમિતિ દ્વારા હજુ સુધી કોઇ પણ નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી નિર્ધારણ સમિતિ દ્વારા સોગંદનામાની ચકાસણી પૂર્ણ કરી દેવામાં આવી છે. જો કે ફી વધારાની દરખાસ્તો કરનાર સ્કૂલોના દસ્તાવેજો પર કામગીરી ચાલી રહી છે. મે, જૂન અને જુલાઇ માસમાં ફી નિર્ધારણ સમિતિની 32 જેટલી બેઠકો મળી છે. ફી નિર્ધારણ સમિતિના ચેરમેનને એક બેઠકનું 5 હજાર વેતન તથા સમિતિના સભ્યોને 4 હજાર રૂપિયા વેતન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ મહિનામાં ફી નિર્ધારણ સમિતિની 32 જેટલી બેઠકો મળી છે તે મુજબ ગણતરી કરવામાં આવે તો અત્યાર સુધી સમિતિના સભ્યોના વેતન પાછળ અંદાજિત 6,72,000 હજાર જેટલો ખર્ચો થઇ ગયો હોવા છતાં પણ એક પણ શાળાની ફી માટેનો નિર્ણય લેવામાં આવ્યો નથી. ફી નિર્ધારણ સમિતિ સભ્યો સિવાય પણ સ્ક્રૂટિની કમિટીની રચના કરવામાં આવી છે જેનો અલગ ખર્ચો થયો છે. સ્ક્રૂટિની કમિટીના સભ્યોને પણ પગાર ચૂકવવામાં આવે છે.

ફી નિર્ધારણ સમિતિની પ્રથમ બેઠક મે મહિનામાં મળી હતી ત્યારબાદ કામગીરીની શરૂઆત કરાઇ હતી. અંદાજીત 55 દિવસ જેટલી કામગીરી સમિતિ દ્વારા કરી દેવામાં આવી છે ત્યારે માત્ર 35 દિવસ જેટલો સમય સમિતિ પાસે બચ્યો છે. ત્યારે 176માંથી 62 જેટલી સ્કૂલોની સુનાવણી 11મી જુલાઇ સુધીમાં પૂરી કરવાનો સમય અપાયો છે જેથી બાકી સ્કૂલો માટે ફાસ્ટ ફોરવર્ડ ગતિએ કામ કરવી પડે તેવી સ્થિતિ છે.

સૌથી વધુ જૂનમાં 19 બેઠકો મળી

ફીનિર્ધારણ સમિતિની છેલ્લાં ત્રણ મહિનામાં 32 જેટલી બેઠકો મળી છે જેમાં મે મહિનામાં 6,જૂન મહિનામાં 19 તથા જુલાઇ મહિનામાં 7 બેઠકો અત્યાર સુધીમાં મળી ચૂકી છે. હજુ જુલાઇ મહિનો બાકી છે તેવા સમયે વધુ બેઠકો સમિતિ દ્વારા બોલાવવામાં આવશે. જો કે સંખ્યાબંધ બેઠકો યોજાયા બાદ પરિણામ શું મળે છે તેની પર વાલીઓની મીટ મંડાયેલી છે.

વાલીઓના વિરોધ બાદ ફી નિર્ધારિત કરવા માટે રચાયેલી કમિટી ખરેખર ફારસરૂપ સાબિત થાય તેવો ઘાટ

ફી નિર્ધારણ સમિતિના ચેરમેનને એક બેઠકનું 5 હજાર વેતન તથા સમિતિના સભ્યોને 4 હજાર વેતન મળે છે}બેઠકો પાછળ ત્રણ મહિનામાં રૂા. 6.72 લાખનો ધૂમાડો કરાયો

}સમિતિએ 35 િદવસમાં તમામ સ્કૂલોની ફી નક્કી કરવી પડશે

}176 સ્કૂલોએ ફી વધારાની સમિતિ સમક્ષ દરખાસ્ત કરી છે

અન્ય સમાચારો પણ છે...