તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • SSGમાં પીડિએિટ્રકના ICU વોર્ડની છતનો ભાગ ધરાશાયી : 9 બાળકનો આબાદ બચાવ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

SSGમાં પીડિએિટ્રકના ICU વોર્ડની છતનો ભાગ ધરાશાયી : 9 બાળકનો આબાદ બચાવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
છતનો પડતાં અમે ગભરાઈ ગયાં

સયાજી હોસ્પિટલના ત્રીજા માળે આવેલા ઇન્ટેન્સિવ કેર યુનિટમાં શુક્રવારે મધરાતે બનેલી ઘટનાથી અફરાતફરીનો માહોલ

સયાજીહોસ્પિટલના બાળકો માટેના વોર્ડના ત્રીજા માળે આવેલ આઇસીયુ વિભાગની છતનો ભાગ શુક્રવારે મધરાતે ધરાશાયી થતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો,ઘટનાની જાણ થતાં સયાજી હોસ્પિટલના તબીબો અને સિક્યુરિટી સ્ટાફ આઇસીયુ વિભાગમાં પહોંચી ગયો હતો. જો કે સમયે વોર્ડમાં દાખલ 9 બાળકો પૈકી સદ્નસીબે એકેય બાળકને ઈજા થઈ નહોતી. ઘટનાને પગલે 9 બાળકોને અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા.

બનાવની વિગતો એવી છે કે સયાજી હેાસ્પિટલના પીડિયાટ્રીક વોર્ડની ઇમારતમાં ત્રીજા માળે ઘનિષ્ઠ સારવારની જરૂરિયાતવાળા બાળકોને આઇસીયુ વોર્ડમાં આવેલો છે. આઇસીયુ વોર્ડમાં નવ જેટલા માસૂમ બાળકો સારવાર હેઠળ હતા તે સમયે શુક્રવારે મધરાતે વોર્ડની છતનો એક હિસ્સો ધરાશાયી થતાં વોર્ડમાં ધમાચકડી મચી ગઈ હતી. બાળકોના સગાંસંબંધીઓ તુરત બાળ દર્દીની ફરતે ગોઠવાઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં સયાજી હોસ્પિટલના તબીબો, સુરક્ષાબળના જવાનો બાળકોના આઇસીયુ વોર્ડમાં ધસી ગયા હતા. ઘટનાને પગલે સયાજી હોસ્પિટલના સત્તાધીશોએ આઇસીયુ વોર્ડને ખાલી કરાવી બાળ દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડ્યા હતા. બનાવમાં કોઈ પણ બાળકને ઈજા પહોંચતાં સત્તાધીશોએ રાહત અનુભવી હતી.

સયાજી હોસ્પિટલના અધિક્ષક ડો. રાજીવ દેવેશ્વરે જણાવ્યું હતું કે ‘આ વોર્ડની મરામતનું કામ પીઆઇયુ (પ્રોજેકટ ઇમ્પલિમેન્ટ યુનિટ) કરે છે,તબીબોને કોઈ લેવાદેવા નથી.

પાણીનું લીકેજ કારણભૂત : PIU અધિકારીનો જવાબ

સયાજીહોસ્પિટલમાં બાંધકામ અને મરમ્મતનું કામ પ્રોજેકટ ઇમ્પ્લિમેન્ટ યુનિટ સંભાળે છે. જેના ડે.એન્જિનિયર જગદીશ શર્માએ જણાવ્યું હતું કે ‘પાણીનું લીકેજ થતાં ભેજથી ઘટના બની હશે. છત તો નવી જેવી હતી પણ વરસાદના કારણે પીઓપી અને અન્ય મટિરિયલને નુકસાન થવાથી ઘટના બની છે. તેની મરામત ફરી શરૂ કરવામાં આવશે.

સદ્નસીબે બચી ગયાં

^તાવપછી ખેંચ આવવા લાગતા અતુલ હિંમતસિંહ બામણિયાને સાત દિવસ પહેલાં સયાજી હોસ્પિટલના બાળકોના વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો.માસૂમ ભાઈ સાથે આવ્યા હતા.‘ છતનો કેટલોક ભાગ મારા ભાઈના બેડ નજીકના વેન્ટિલેટર પર પડ્યો હતો,મારો ભાઈ આબાદ બચી ગયો હતો. > સુમિત્રાબેનબામણિયા, ધાનપુર,દોહદ

ગોધરાના રહીશ મહેરુનીસા પઠાણે જણાવ્યું હતુંકે, મહિનાના બાળક શમરાને શુક્રવારે સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.છત પડતાં અમે ગભરાઈ ગયાં હતાં અેમ કહેતાં મહેરુનીસા કહે છે કે ‘ન્યુમોનિયાથી પીડાતાં શમરાને વડોદરા લાવ્યા હતા.

સયાજી હોસ્પિટલના પીડીયાટ્રીક વોર્ડના આઇસીયુ િવભાગમાં છતનો કેટલોક ભાગ પડતા ગભરાટ ફેલાયો હતો. જો કે વોર્ડમાં દાખલ બાળ દર્દીઓનો બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો