તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આજે તિરંગા યાત્રાના રૂટ પર નો પાર્કિંંગ અને નો એન્ટ્રી રહેશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે તિરંગા યાત્રાના રૂટ પર નો પાર્કિંંગ અને નો એન્ટ્રી રહેશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
આવતીકાલે14મી ઓગષ્ટે સાંજે શહેરમાં યોજાયેલી તિરંગા યાત્રા ટાણે કેટલાક રસ્તાઓ પર નો પાર્કીંગ અને નો એન્ટ્રી અંગેનું પોલીસ કમિશ્નરે જાહેરનામુ બહાર પાડયુ છે. જાહેરનામા મુજબ રવિવારે 14 ઓગષ્ટે સાંજે 4 વાગ્યાથી વડીવાડી ફાયર સ્ટેશન પાસેના સુભાષચન્દ્ર બોઝના સ્ટેચ્યુથી રોંગ સાઇડ, વીર સાવકરકર સર્કલ, જીઇબી સર્કલ, ચકલી સર્કલથી ડાબી બાજુ જેતલપુર રોડ, વલ્લભ ચોક, જેતલપુર બ્રિજ થઇને ભીમનાથ ત્રણ રસ્તા, જેલ રોડથી ડાબી બાજુ બરોડા ઓટોમોબાઇલ તરફ તથા પંચમુખી હનુમાનથી જમણી બાજુ આરાધના સિનેમા,ફુલબારી નાકા અને કોઠી ચાર રસ્તા સુધી રસ્તાની ડાબી બાજુએ તમામ પ્રકારના વાહનો માટે નો પાર્કીંગ જાહેર કરાયુ છે. ઉપરાંત કોઠી ચાર રસ્તાથી ટાવર ચાર રસ્તા થઇ જયુબીલી સર્કલથી રોંગ સાઇડ ગાંધીનગર ગૃહ સુધીના રસ્તા પર બંને તરફ નો પાર્કીંગ જાહેર કારયુ છે.

નવા બજાર સર્કલથી ગાંધીનગર ગૃહ અને લાલ કોર્ટથી ગાંધીનગર ગૃહ તથા રોકડનાથ ચોકીથી કલા મંદિરના ખાંચામાં થઇ ગાંધીનગર ગૃહ તરફ જતા ટ્રાફિક માટે નો એન્ટ્રીનું જાહેરનામુ પ્રસિદ્ધ કરાયુ છે. ટ્રાફિક માટે વૈકલ્પિક વ્યવસ્થા મુજબ અમદાવાદી પોળનો ટ્રાફિક નવા બજાર તરફ જઇ શકશે તથા દાંડીયા બજારથી આવતા વાહનો લાલ કોર્ટ પેટ્રોલ પંપથી લહેરીપુરા જરવાજા તરફ જઇ શકશે.નવા બડારછી ગાંધીનગર ગૃહ તરફ જતો ટ્રાફિક રોકડનાથ ચોકીથી કાલુપુરા રોડ તરફ જઇ શકશે.

પોલીસનું જાહેરનામું : સાંજે 4 વાગ્યાથી અમલ શરૂ થશે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો