તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • સ્કૂલ, કોલેજના સ્ટુડન્ટ્સે ઇન્ડિપેન્ડન્સ ડે,રક્ષાબંધનનું સેલિબ્રેશન કર્યું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્કૂલ, કોલેજના સ્ટુડન્ટ્સે ઇન્ડિપેન્ડન્સ ડે,રક્ષાબંધનનું સેલિબ્રેશન કર્યું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ | શહેરની પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ દ્વારા તા.13 ઓગસ્ટે સ્વરછતા અભિયાનના સંદર્ભમાં ‘સ્વરછતા મિત્રને સન્માન\\\' માતૃભૂમિ પૂજન, રાષ્ટ્રીય એકતા, ઇકો ફ્રેન્ડલી, રક્ષાબંધન વગેરે જેવા કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. રક્ષાબંધનના વિચારને ધ્યાનમાં રાખીને વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની પરિયોજનાને સફળ બનાવવાનું પ્રથમ પગલું પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ શાળાએ લીધું છે.

ઊર્મિ સ્કૂલ | શહેરની ઊર્મિ સ્કૂલમાં શનિવારે સાંજે સ્વાતંત્ર દિવસ નિમિતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સ્કૂલમાં સ્ટુડન્ટ્સ નૃત્ય નાટીકાના માધ્યમથી દેશના રાષ્ટ્રધ્વજના ઇતિહાસની ઝાંખી કરાવી હતી. આઝાદીની લડાઇથી લઇને દેશની આઝાદી સુધી ઉપયોગમાં લેવાયેલા રાષ્ટ્રીય ધ્વજની માહિતી આપતી નૃત્ય નાટીકા ભજવાઇ હતી.

એનઆઇએફડી | ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ફેશન ડિઝાઇનિંગના સ્ટુડન્ટ્સ દ્વારા આગામી 15મી ઓગસ્ટને અનુલક્ષીને સ્ટુડન્ટ્સે ત્રિરંગાના ત્રણ રંગો પ્રમાણે ડ્રેસિંગ કર્યુ હતું અને સાથે દેશભક્તિ ગીતોની પ્રસ્તુતિ પણ કરી હતી.

અંબે વિધાલય | શહેરમાં આવેલી અંબે વિદ્યાલયમાં કે.જી સેક્શનના સ્ટુડન્ટ્સ દ્વારા રક્ષાબંધન ફેસ્ટિવલનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. સ્ટુડન્ટ્સે રાખી બાંધી એકબીજાને મીઠાઇ ખવડાવી હતી.

શહેરમાં શનિવારે વિવિધ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ દ્વારા ઇન્ડિપેન્ડન્સ ડેનું સિલેબ્રેશન કરવામાં આવ્યું હતુ. શહેરમાં વિવિધ સ્કૂલ કોલેજીસ સહિતની સંસ્થાઓ દ્વારા અલગ અલગ કાર્યક્રમ યોજાયા હતા.સ્કૂલના સ્ટુડન્ટ્સે પોતાની સ્કૂલ અને ઇન્સ્ટિટ્યૂટ્સના પ્રાંગણમાં સેલિબ્રેશન કર્યું હતુ. પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલ, ઉર્મિ સ્કૂલ, આઇ.એન.આઇ.એફ.ડી, ઉપરાંત ઇન્ડિયન એરફોર્સ અને વેસ્ટર્ન રેલ્વે સ્ટાફ કોલેજમાં સેલિબ્રેશન કરવામાં આવ્યું હતુ. જેમાં સ્ટુડન્ટ્સે વિવિધ પ્રકારનું ડ્રેસિગ કર્યુ હતુ. સ્ટુડન્ટસે સ્કૂલના કેમ્પસમાં એકબીજાને મીઠાઇ પણ ખવડાવી હતી. એનઆઇએફડીમાં સ્ટુડન્ટ્સે દેશભક્તિના ગીતોની પ્રસ્તુતિ પણ કરી હતી. પ્રિન્સ અશોકરાજે ગાયકવાડ સ્કૂલના સ્ટુડન્ટ્સે મળીને માટી રાખડી પણ બનાવી હતી. સ્કૂલમાં સ્ટુડન્ટ્સ નૃત્ય નાટીકાના માધ્યમથી દેશના રાષ્ટ્રધ્વજના ઇતિહાસની ઝાંખી કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો