• Gujarati News
  • National
  • ગોલ્ડન ટેમ્પલના એન્જિનની મોટર એકાએક છૂટી પડતાં દુર્ઘટના ટળી

ગોલ્ડન ટેમ્પલના એન્જિનની મોટર એકાએક છૂટી પડતાં દુર્ઘટના ટળી

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત ગુરુવાર 22 જૂનના રોજ અમૃતસરથી મુંબઈ જતી ગોલ્ડન ટેમ્પલ ટ્રેન પુરપાટ ઝડપે વડોદરા રેલવે સ્ટેશન તરફ આવી રહી હતી ત્યારે વડોદરાના નવાયાર્ડ કેબિન પાસે એન્જિનને કંટ્રોલ કરતી સવા બે ટનની મોટર એન્જિનમાંથી છૂટી થઈને પડી ગઈ હતી. જે મોટરને ટ્રેન 500 મીટર સુુધી ઘસડી ગઈ હતી. ત્યાર બાદે ટ્રેન એકાએક રોકાઈ ગઈ હતી. જેના પગલે બે હજાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. એકાએક ટ્રેન રોકાઈ જતાં મુસાફરો પણ અચરજમાં પડી ગયા હતા.ઘટનાની જાણ થતાં વડોદરા રેલવે ડિવિઝનના ટોચના અધિકારીઓ અને ટેક્નિકલ સ્ટાફ ઘટના સ્થળે ધસી ગયો હતો. જો કે મોટર અને રેલવે એન્જિન તાત્કાલિક હટાવી શકાય તેમ ના હોવાથી ટ્રેનને એન્જિનથી અલગ કરી પિલોલ ખાતે લવાઈ હતી. જેના કારણે ગોલ્ડન ટેમ્પલ ટ્રેનના 2000 મુસાફરો ચાર કલાક સુધી પરેશાન થઈ ગયા હતા.પિલોલથી ટ્રેનને અપટ્રેક પર ટ્રેનને અપ ટ્રેક પર લાવીને વડોદરા લાવવામાં આવી હતી.રેલવેના એક અધિકારીએ જણાવ્યું હતું કે ઘટનાથી અમને અચરજ થયું છે. કારણકે એંસી કિલોમીટરની ઝડપ ઘટના સમયે ટ્રેનની હતી.આવા કિસ્સામાં ટ્રેન ઉથલી પડતી હોય છે. ઘટનામાં મુસાફરોનો આબાદ બટાવ થયો હતો.

એન્જિન ફેઇલ્યોરની ઘટના બની હતી , કોઈ જાનહાનિ થઈ નથી

^વડોદરા રેલવે ડિવિઝનમાં કેબિન પાસે ઘટના બની હતી,પરંતુ એક એન્જિન ફેઈલ્યોરની ઘટના હતી.જેમાં કોઈ જાનહાનિ થઈ હતી કે કોઈ ઘાયલ થયું હતું. અપ ટ્રેક પરનો ટ્રેન વ્યવહાર ખોરવાઈ ગયો હતો .> એસ.કે.વર્મા,એડિશનલડીઆરએમ,વડોદરા ડિવિઝન.

ઘટનાને પગલે રેલવેના ટોચના અધિકારીઓ વડોદરા દોડી આવ્યા

બનાવનાપગલે વેસ્ટર્ન રેલવે અને રેલવે બોર્ડના ટોચના રેલ અધિકારીઓ વડોદરા દોડી આવ્યા હતા.રેલવે અધિકારીઓની ટીમે બે દિવસ સુધી મોટર અને રેલવે અેન્જિનનું નિરીક્ષણ કર્યું હતું.

એન્જિનમાંથી સવા બે ટનની મોટર પડ્યા પછી ટ્રેન સાથે 500મી. સુધી ઢસડાઇ

વડોદરા નજીક ગોલ્ડન ટેમ્પલ ટ્રેનને અકસ્માત નડ્યો : 2000 મુસાફરોનો બચાવ

જૂનાં એન્જિન અને સ્ટાફની કમીના કારણે આવી ઘટનાઓ બને

^વડોદરારેલવે ડિવિઝનનાં અનેક એન્જિનો જૂનાં થઈ ગયાં છે,કેટલાંક એન્જિનની આવરદા પૂરી થઈ ગઈ છે. અંગે વારંવાર રજૂઆત કરવા છતાં રેલવે તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી. ઉપરાંત રેલવે તંત્રમાં સ્ટાફની કમી પણ એક મોટી સમસ્યા છે. > ઓમકારનાથતિવારી, પ્રમુખ-ઝેડ આરયુસીસી મેમ્બર,વેસ્ટર્ન રેલવે