• Gujarati News
  • National
  • આયુર્વેદિક કંપનીઓને હળદર વેચી ચંડોળના ખેડૂતે ફાયદો મેળવ્યો

આયુર્વેદિક કંપનીઓને હળદર વેચી ચંડોળના ખેડૂતે ફાયદો મેળવ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપી |ફાર્માસ્યુટિકલ કંપની અને આર્યુવેદિક દવામાં હળદરનો મહત્તમ ઉપયોગ થયા છે. વાપી નજીકના ચંડોળગામના ખેડૂત પોતાની આંબાવાડીમાં હળદરનો આંતરપાક લઇને વાપીની ફાર્મા કંપની સહિત બાબા રામદેવની આયુર્વેદિક પ્રોડક્ટસમાં પોતાની હળદરની સપ્લાય કરી રહ્યા છે. હળદરનો પાક લઇને ખેડૂતે વર્ષે લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. વાપી નજીકના ચંડોળ ગામે રહેતા અશોક ભીખુભાઇ દેસાઇ બેક ઓફ બરોડામાંથી નિવૃત્ત થયા બાદ પોતાની વારસામાં મળેલી જમીનમાં ખેતી કરી રહ્યા છે. વર્ષોથી ખેતી સાથે જોડાયેલા અશોક દેસાઇ માત્ર પરંપરાગત ખેતી કરવાના બદલે માર્કેટમાં જેની ડિમાન્ડ હોય મુજબ ખેતી કરીને કમાણી કરી રહ્યા છે. અશોકભાઇએ કહ્યું કે, જીઆઇડીસીમાં આવેલી કેમિકલ કંપનીના કારણે પાકોના ઉત્પાદનની ક્ષમતા વધી છે. ઉપરાંત મચ્છર તથા અન્ય જીવાત પાકના ફુલોને નુકસાન પહોંચાડતી હોવાના કારણે જમીનની અંદર થતા પાકો લેવું વધુ ફાયદાકારક છે. વાપી દમણગંગા નદીના કિનારે ચંડોળ ગામે હાલમાં આઠ એકરની આંબાવાડી ધરાવતા અશોકભાઇએ ચાર એકરમાં હળદરની ખેતી કરી છે. હાલમાં હળદરની રોપણી કર્યા બાદ બેથી ત્રણ માસમાં હળદરનો પાક તૈયાર થઇ જશે.

અન્ય સમાચારો પણ છે...