તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • મ.સ. યુનિ.માં મહત્વની 10 જગ્યાઓ હજી ખાલી

મ.સ. યુનિ.માં મહત્વની 10 જગ્યાઓ હજી ખાલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડૉ.અશોક મહેતાએ શિક્ષણમંત્રીને પત્ર લખ્યો

વહીવટી અગવડતાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી

એજ્યુકેશન રિપોર્ટર | વડોદરા

એમ.એસ.યુનિવર્સિટીમાંછેલ્લા પાંચ વર્ષથી પ્રોવીસી-રજીસ્ટ્રાર, કન્ટ્રોલર ઓફ એકઝામીનેશન, પ્રોકેટર, ડેપ્યુટી રજીસ્ટ્રાર-એડીએમ સહિતની વિવિધ 10 જગ્યાઓ બાકી હોવાના લીધે નાણાંકીય ગેરરીતીઓ તથા વહીવટી અગવડતાં વિદ્યાર્થીઓને ભોગવવી પડી રહી હોવાની ફરિયાદ યુનિ.ના સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્યે રાજયના શિક્ષણમંત્રીને કરતાં હોબાળો મચી ગયો છે. સરકાર નિયુક્ત સિન્ડીકેટ સભ્ય ડૉ.અશોક મહેતાએ શિક્ષણમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી જણાવ્યું હતું કે યુનિ.માં પ્રોવીસી, રજીસ્ટ્રાર, કન્ટ્રોલર ઓફ એકઝામીનેશન, ચીફ એકાઉન્ટ્સ ઓફીસર, ડેપ્યુટી રજીસ્ટ્રાર-એડીએમ, પ્રોક્ટર, ચીફ વોર્ડન, ડેપ્યુટી ચીફ વોર્ડન-ગર્લ્સ કોલેજ, ફેકલ્ટીના ડીન તથા હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ સહિત કુલ 10 જગ્યાઓ ખાલી છે.

અન્ય સમાચારો પણ છે...